________________
*
સંયુક્ત જેન વિદ્યાથીગૃહ.
આખે આખું “જેનહિતેચ્છુ લરશીપ ફંડમાં આપવાનું ઠરાવ્યું છે, માટે દરેક ગ્રાહક મહાશયે આળસ ન કરતાં લવાજમની રહેણી રકમ ઉપરાંત રૂ. ૧ અગર વધુ જેટલી ઈચ્છા હોય તેટલી રકમનું મનીઓર્ડર વળતી ટપાલે મોકલવા મહેરબાની કરવી; અગર સાથેના કાર્ડમાં પોતાની ઇચ્છા મુજબની રકમ હડેલા લવાજમ તરીકે આપવાની કબુલાત લખી મોકલવી કે જેથી આવતા અંક એટલી રકમના વી. પી. થી મોકલી શકાય. ગ્રાહક બંધુઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ૧૮૧૬-૧૭નાં બે વષોને હિતેચ્છુ ને લગતું કુલ ખર્ચ રૂ. ૬૦૦૦ મહારે માથે પડે છે, હારે જે હિતેચ્છુના દરેક ગ્રાહકો માત્ર ૫-૧૦ રૂ. જ લવાજમ તરીકે મોકલે તો પણ રૂ. ૨૦,૦૦૦ની સારી એવી રકમ એકઠી થઈ જાય. અત્યાર સુધીમાં લવાજમ અને વધારાની રકમ મળીને આવેલી કુલ રકમ તદ્દન નજીવી છે અને હજાર ગ્રાહકોનું લવાજમ હજી બાકી છે. હાની રકમ મોકલવાનું ઘણાને આળસ હોય છે, પરંતુ અમારે તો હાની ન્હાની રકમે હજારો એકઠા કરવાના છે તે ગ્રાહક-મહાશયોએ ધ્યાનમાં રાખવું જોઈએ છે. વળી શ્રીમંત ગ્રાહકોએ બે વર્ષના લવાજમના રૂ. ૧) સાથે વધારાની રકમ તરીકે એક-બે રૂપીઆ મેકલવા પહેલાં આ ફંડ ખાતે મહારી પિતાની રૂ. ૬૦૦૦ની નુકસાનીને વિચાર રાખવો જોઈએ છે અને ઓછામાં ઓછા ૧૦ થી ૧૦૦ સુધીની રકમ મોકલવી જોઈએ છે. આ સધળી ૨કમ “વિઘાથીગૃહના સ્કોલરશીપ ફડમાં જ જાય છે એ વાત કેઈએ ભૂલવી જોઇતી નથી. વળી હિતેચ્છુનું લવાજમ વર્ષે ફક્ત ૦-૮-૦ જેવું નજીવું જ રાખ્યું છે–કહે કે તદ્દન વિના મૂલ્ય જેવું જ છે–અને તે રકમ પણ બબે વર્ષથી વસુલ કરવાની દરકાર કરી નથી એટલે બધો વિશ્વાસ ગ્રાહક ઉપર મૂકવામાં આવે છે. તે હવે તે વિશ્વાસને અને તે સસ્તાપણાનાં ગુણ કેટલી હદ સુધી ગ્રાહકે જાણે છે અને કેટલી રકમ તથા કેટલી વરાથી મોકલે છે તે હવે જોવાનું છે.
(૪) દીવાની અને શારદા પૂજનના શુભ તહેવારો નજદીકમાં આવે છે. સઘળા વ્યાપારીઓ એ પ્રસંગે વાર્ષિક હિસાબ નક્કી કરશે, જેમ કરવામાં ઘણી એક રકમો માંડી પણ વાળવી પડતી હશે. ભેગાભેગી થોડાક સો કે ડાક હજારની રકમ “વિદ્યાર્થીગૃહ” માટે .