________________
૩૬૨
જેનેહિતેચ્છુ. અને થોડાએક કેળવાયેલા યુવાનો માત્ર વાહવાહથી નહિ પણ ખરા દીલની સેવાઓથી ઉપયોગી થવાનો નિશ્ચય કરે. (૧) એક છોટાલાલજી નામના મુનિશ્રીએ ધોરાજી જેવા હાના શહેરમાં મહારે માટે કોશીશ કરી તો ત્યહાંના બને ગચ્છના શ્રાવકોએ સુમારે રૂ. આઠસો એકઠા કરી ઘણું લાગણીભર્યો પત્ર સાથે મોકલી આપ્યા. આ મુનિ કરતાં લોકપ્રિયતામાં ચહડે એવા ઘણા મુનિએ છે, કે જેઓ રાખધુળ જેવી બાબતમાં શ્રાવકો પાસેથી નાણાં મેળવવાની તજવીજ કરે છે. તેઓ પૈકી જેઓને મહારા કામ અને આશય માટે પૂરી શ્રદ્ધા હોય તેઓ ધારે તો હજારો રૂપિયાની સ્કોલરશીપ શા માટે ન મેળવી શકે ? સવાલ એ છે કે, જે ચિંતા મહને છે તેવી હેમને છે? (૨) નાણાં મેળવવામાં શ્રીમંતોની અંગત ભલામણ ઘણી ઉપયોગી થઈ પડે છે. શેઠ દેવકરણ મળજીને ધન્ય છે કે તેઓ કામધંધાના ભાગે પણ જગાએ જગાએ જય અંગન લાગવગ વાપરી “મહાવીર વિદ્યાલય” ની સેવા બજાવે છે. એવો ભાવ ખરેખર પ્રશંસાપાત્ર છે. શું “સંયુક્ત જૈન વિદ્યાથગૃહ” ને પિતાનું માનનાર એકાદ બે શ્રીમંતો પણ બહાર નહિ પડે? એકલા મુંબઈમાં જ જે બે શ્રીમંત મહારી સાથે ફરે તો હજાર રૂપિયાની માસિક સ્કોલરશીપનાં વચનો અહીંથી જ મળી શકે. કરાંચી, ઝાંઝીબાર, મછુઆ, રંગુન, માંડલે, કલકત્તા, કોચીન, મદ્રાસ, નીઝામ રાજ્ય, મારવાડ, ખાનદેશ, આ દરેક સ્થળે જે હાંના બબ્બે શ્રીમંતોના દીલ પર આ વાત ઠસાય તો તેઓ દરેક પાંચ પાંચ હજારની રકમ એકઠી કરી મોકલી શકે અને પરિણામે તમામ જૈન કોમની જ નહિ પણ બીજાઓની પણ હમેશની ભૂખ ભાગી. શકે. કલકત્તાની તેરાપંથ જૈનસભાના સેક્રેટરી ગ્રેજ્યુએટ છે અને હારા તરફ સપૂર્ણ દલસોજી ધરાવે છે તેઓ જે મન પર લે અને કલકત્તામાં વસતા પિતાના સ્વધર્મી શ્રીમતિમાં પિતાની લાગવગનો ઉપયોગ કરે તથા ઉચિત જણાય તો દેશમાં હાં સંખ્યાબંધ તેરાપંથી લખપતિઓ વસે છે ત્યહાં મહારા વિદ્યાર્થીબંધુઓ ખાતર એક મુસાફરી કરે તે હજારે નહિ પણ લાખોની મદદ મેળવી શકે. સવાલ માત્ર એટલો જ છે કે, આ કામ વાડીલાલનું નહિ પણ સમસ્ત હિંદના તેર લાખ જૈનોની પ્રગતિનું છે એ વાતને હેમણે રાત્રી દિવસ-સૂતાં અને ઉઠતાં–માત્ર પખવા