Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 31
________________ સંયુકત જૈન વિદ્યાથીંગહ. ૨૫૭ થી પિતાની સેવાઓ અર્પણ કરે છે ! કોણ કહેશે કે કેળવાયલા વર્ગ પર ધાર્મિક સંસ્કાર નથી પડવા લાગ્યા ? (૨) મી. વેલચંદ ઉમેદચંદ મહેતા, હાઈકોર્ટે વકીલ, અમદાવાદ, એઓએ તા ૩૦-૭-૧૭ ના રોજ રૂ. ૬૦ નાં ઇનામો સાથે પત્ર લખ્યો કે, “પ્રથમથી જ મને આપને માટે ઘણું જ માન હતું –મોટી આશાઓ હતી, જે આશાઓ પૂર્ણપણે ફળીભૂત થયેલી જોઈ મને ઘણો જ આનંદ થયો છે. જેમાં તમને સૌથી શ્રેષ્ઠની ગણનામાં મુકું છું. તમોએ જે કર્યું છે તે કોઈ કરી શકશે નહિ. તમારે આત્મભોગ, તમારા નિડર સ્વતંત્ર વિચારો એ સર્વ અનન્ય છે. તમારા માટે જેન કોમ ઘણી જ મગરૂર હોવી જોઈએ અને છે. તમે જેનોમાં નહિ પણ હિંદભૂમિમાં રત્ન છે. જૈન સેવા કરવા મને ઘણી ઘણી ઉત્કંઠા થઈ આવે છે; પણ અફસોસ, આવરણ આવે છે, જેને દૂર કરવા પુરૂષપ્રયત્ન પણ એવું છું. ઇચ્છા રાખું છું કે પૂર્ણ પણે સેવા કરવાના અને પ્રસંગ મળે. તમારાં બન્ને વિઘાથીગૃહોમાં શારીરિક કસરત માટે ત્રીસ ત્રીસ રૂપિયાનાં બે એવી રીતે સાઠ રૂપિયાનાં ઇનામ મારા પિતાશ્રીના નામથી આપવા હું બંધાઉં છું. તે ઇનામ કોને અને કેવી રીતે આપવાં તે હુ આપના ઉપર છેડું છું. જેને પ્રજા નમાલી ન રહેતાં વિર્યવાન બને એવી મારી અભિલાષા છે. મારી સેવાની જરૂર હોય તે સેવક તૈયાર છે.” (૩) ડૉકટર પ્રાણજીવનદાસ માણેકચંદ મહેતા , M & S. જેઓ હમણું જ અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં ઍસીસ્ટટ સર્જન નીમાયા છે તેઓ અમદાવાદ ખાતેના “ગૃહમાં આખા શહેરના જેન વિઘાથીઓની એસેસીએશનની મીટીંગમાં હાજર થઈ એક અસરકારક ભાષણ આપ્યા બાદ રૂ. ૫૦ ) આ પી ગયા હતા અને દર વર્ષે તેટલી રકમ આપવા કહ્યું હતું. (૪) મી. છોટાલાલ તેજપાળ આર્ટીસ્ટ (રાજકોટ) ગૃહ” સંબંધી જાહેરખબર વાંચતાં જ હારે ઘેર આવી પિતાની સેવાઓ અર્પણ કરવા તથા પિતા તરફથી એકમુષ્ટિ રૂ. ૧૦૦૦ આપવા બહાર પડયા હતા. હારી ઇંદોર, ઉજજન, ઝાલરાપાટન, રતલામની મુસાફરી માં હારી બીમારી જોઈ પિતાના ખચે મહારી સાથે આવ્યા હતા અને બીજી ઘી રીતે હેમણે સે એ બજાવી હતી, જેની કિમત શબ્દોથી આંકી શકે નહિ,

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74