Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 30
________________ - એનહિતેચ્છ ૩૫૬ સની તે વખતની દયાજનક સ્થિતિ સુધારવા પણું હેમણે ઈચ્છ બતાવી હતી. પરંતુ હું બને બાબતોનો અસ્વીકાર કરી હેમને નિરાશ કર્યા હતા. હેમને તે વખતે જે જાતનો સત્કાર મળે તેથી તેઓ મહારા શત્રુ જ બન્યા હોત, જેવી રીતે કે બીજા સંખ્યાબંધ જેને બન્યા હતા; પણ અમદાવાદ છોડી ગયા બાદ હેમને ઉંડા વિચાર કરતાં મહારા તરફ માન ઉત્પન્ન થયું અને હું ભૂલતો ન હોઉં તો પૂર્વે અજાણતાં રોપેલાં એ બીજ આજે વિઘાથીગૃહ”ને માટે ફળ્યાં છે. શેઠ તુલશીદાસ તરફથી મહને “વિદ્યાર્થીગૃહ” માટે જે હિમત મળી છે તે માટે કયા શબ્દોમાં હેમનો ઉપકાર માનું તે હું જાણતો નથી. એક બાઈની લાગણ-મૂછાળાઓ કહારે શિખશે? - વેરાવળથી બાઈ ભાણબાઈ લખે છે કે તેઓ હમેશ હિતેછુ ” તરફ અને મહારા તરફ સંપૂર્ણ માનની નજરથી જુએ છે અને “વિઘાથગૃહ અને ફતેહ ઇકે છે. પિતા તરફથી તે સાથે જ રૂ. ૨૪૦) મોકલાવવાનું તેઓ ચૂક્યાં નથી. એક વિધવા બાઈ, જેને અંગ્રેજી શિક્ષણની ગંધ પણ નથી, તે કેળવણીની કદર આટલી હદ સુધી કરે અને જીંદગીમાં નહિ મળેલા જાતિસેવકના કામમાં આટલી હદની શ્રદ્ધા ધરાવે એ મહને હર્ષઘેલો બનાવવાને પુરતું છે. એ માતાનું એ દાન લાખ રૂપિયાની હૅલરશીપ બરાબર માનું છું; પણ લાખની મુડીવાળા મૂછાળાઓ એક સ્ત્રીરત્ન જેટલી પણ ઉદારતા અને અક્કલ ધારણ કરે તો-આહા, તો જૈન સમાજ પર કે સુવર્ણનો સૂર્ય ઉગે ! ધન્યવાદને પાત્ર કેટલાક વધુ ગૃહસ્થા તરફની સહાયની નોંધ. (૧) મી. બરોડીઆ જેઓ વેતામ્બર મૂર્તિપૂજક જૈન છે, હેમણે એકાએક મહને મુલાકાત આપતાં જ “ગૃહ” માટે પોતાની સેવાઓ અંતઃકરણપૂર્વક અર્પણ કરવા સાથે પિતા તરફથી વાર્ષિક રૂ. ૧૮૦) આઠ વર્ષ સુધી આપવાનું વચન આપ્યું. આ ગૃહસ્થ વ્યાપારી નથી, પગાર પણ ન્હોટા અમલદાર જેટલે પામતા નથી છતાં મુંબઈની ખર્ચાળ છંદગીમાં “વિધાથીગૃહ” માટે વર્ષ ૧૮૦ બચાવવા–અને તે પણ ઇસારે કે અરજ થયા સિવાય–તૈયાર થયા છે અને ઉપર

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74