________________
જૈનહિતિછુ.
વળી આખી નાતને આબાદ કરવા જેટલું ધન કમાવા જીવતા રહે, અને તે પછી દેશની સેવા કરવાને વખત પામે? મહાત્મા ગાંધી જહેમને હમે ઘણી સારી રીતે પીછાને છે તેમણે તે ઘર, કુટુમ્બ અને નાત સર્વ કરતાં દેશનું હિત પ્રથમ વિચાર્યું; માટે કાં તિ. ગાંધી મહાત્મા વ્યવહારકુશળ નથી, અગર હમે પોતે વ્યવહારકુશળ નથી. ભલા શેઠ, દેશની તરફ નજર રાખીને કામ કરે તે દરેક જ્ઞાતિ અને દરેક કુટુંબનું અને પિતાનું હિત હેમાં પરોક્ષરીતે સમાઈ જ જાય છે. હમે નાત-નાતની બુમ પાડી લોકોના અણુવડ મગજને હેકાવી નાખો છો, પણ હું હમને પૂછું છું કે “ સંયુક્ત વિદ્યાર્થીગૃહ માં શું હમારી નાતને પુરેપુરે ન્યાય મળતો નથી? મુંબઈ ખાતે ૪૦ પિકીના ૨૦ વિદ્યાર્થી હમારા દશાશ્રીમાળી જ છે અને હજી સુધી એક પણ લાયક દશાશ્રીમાળીની અરજી પાછી કાઢવામાં આવી નથી. તે સિવાય બીજી પાંચ બોડીંગમાં દશા. શ્રીમાળી વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે. તેમ છતાં હમે ધર્મને દ્રોહ કરી નાતને જ પ્રધાનપણું આપવા માગો છો
હારે હારાથી બોલ્યા સિવાય રહેવાતું નથી કે દશા અને વિશા વગેરે હમારા જ્ઞાતિભેદ શું આજકાલની બનાવટ નથી? પૂર્વે શું જ્ઞાતિઓ અને ઉપજ્ઞાતિઓ હતી ? જે ચીજોની હયાતી જ નહોતી અને જેને હમારા જેવાઓએ ટૂંકી દૃષ્ટિથી હયાતીમાં આણું હતી તે ચીજોને નાબુદ કરવા જૈનાચાર્યોએ મહેનત કરી હતી અને તેથી જ હમે બહારથી જેનનું નામ રાખી અંદરથી જૈન ધર્મને હિ કરવા ઈચ્છે છે! જૈનાચાર્યોએ પાટીદાર, ગરાસીઆ, વાણુઓ વગેરેને સર્વને એક કરી જૈન બનાવી તેઓ વચ્ચે રેટી-બેટી વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. હમને એવા હમારા મહાન વડીલોને પગલે ચાલવું નથી ગમતું અને ઉપજ્ઞાતિઓના કૃત્રીમ ભેદને વધારવાના અને સંયુક્તપણાના હિમાયતીઓને તોડી પાડવાના ઘાટ ઘડવા પસંદ પડે છે! ખરી વાત છે, બધા એકઠા હોય તો તેમાં હમારા કરતાં પેસે, બુદ્ધિએ, લાગવગમાં, વિઘામાં, કુનેહમાં-દરેક બાબતમાં હવે એવા ઘણા માણસે હોય અને તેથી હમને આગેવાન-ત્રાતા–દાદા તરીકે કાઈ માને નહિ ! દુખે છે પેટ અને કૂટવું છે માથું ! એ હિંદ! તું ખરેખર કમનશીબ છે. ભલે મહાત્મા ગાંધી નાતજાતના ભેદે અને સ્વાર્થવૃત્તિને હાંકી કાઢી