Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 20
________________ - ૩૪૬ જેનહિ .' અભ્યાસવાળને પણ મુંબઈ જેવા ખર્ચાળ સ્થળમાં રાખી જાહેરનાં નાણાંને જરૂર કરતાં વધારે વ્યય કરવા ધારે છે, જ્યહારે હું જે કોલેજે મુંબઈ સિવાય બીજે સ્થળે ન હાય હેના જ વિદ્યાથિઓને મુંબઇમાં રાખી બાકીનાઓને અમદાવાદ શાખામાં રાખી ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે વિદ્યાથી ભણે એવી ગોઠવિણ કરી ચુકયો છું; અને વળી મુંબઈ તેમજ અમદાવાદ બને સ્થળનું મકાનભાડું, સ્ટાફ, બત્તી, લાઈબ્રેરી વગેરે પરચુરણ ખર્ચ તો (વિદ્યાથીની સંખ્યા ગમે તેટલી હોય તો પણ) પબ્લીક પાસેથી મુદલ લેતો નથી. પબ્લીકનાં નાણાં હું ભમર વૃત્તિથી–એટલે કાઈને ભારે પડે નહિ એવી રીતે–મહીને ૧૦ થી ૪૦ સુધીની સ્કોલરશીપના રૂપમાં જ સ્વીકારું છું અને તે વિદ્યાથીઓને ભેજનના પદાર્થો, ફી, પુસ્તક પાછળ જોઇતા કુલ ખર્ચ પેટે તેઓ પોતે જેડી શકે તેટલા હેમની પાસેથી લઇને બાકીના ખુટતા જ રૂપિયા હેમને આપું છું અને તે પણ લોન તરીકે. હમે અહીં ૧૦ વિધાથી જેટલા ખર્ચમાં પાળો તેટલા ખર્ચ માં હું અમદાવાદમાં ૨૦ વિધાથી પાળી શકું છું. હમે માત્ર દશાશ્રીમાળીઓને નહિ પણ મહને અરજીઓ મોકલનાર તમામને રાખતા હો તો હું ઉલટે ખુશી થાઉં અને હમને ખરેખરા દેશબધુ તરીકે ધન્યવાદ આપું.” - પણ આ દલીલો કોની આગળ હું કરતો હતો? જેણે હરકોઈ રીતે અમુક ધારણ સફળ કરવાની એકસંપી કરેલી છે હેની આગળ હિત-અહિતની ચર્ચા કરવી શા કામની? હું કબુલ કરીશ કે હારી સઘળી દલીલો અને શુભાશયે તે ગૃહસ્થના ચહેરા ઉપર જરા પણું અસર ઉપજાવી શકયા નહિ. મને લાગ્યું કે દુનિયામાં ન્યાય કે સત્ય જીતતું નથી, ચાલાકી અને બળ જ જીતે છે.” અને મહે હારી નિર્બળતા માટે એક છૂપો નિસાસો મુકી શેઠમજકુરને છેલ્લી સલામ કરી રસ્તો પકડયો. ' ભયંકર રાત્રી. - રાત્રે ૧ વાગે હું ઘેર પહોંચ્યો. દેશની સ્થિતિના હજારો વિચાર મહારા મગજમાં ભમવા લાગ્યા. આ દેશને આબાદ થવાને શું રસ્તા હોઈ શકે? જેના આગેવાનો કાં તો અર્ધદગ્ધ, કાં તે સ્વાથી, કાં તે ખટપઢીઆ, કાં તો ધુતારા અને કાં તો બુડથલ, અને જોની પ્રજા સત્યથી ડરનારી અને અસત્યના પ્રકાશથી ઠગાઈ જનારી, જેના

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74