Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 10
________________ ૩૬ જૈનહિતેચ્છુ - સરની સતાવણીઓ મ્યુનીસીપાલીટીના જ માણસે કરે એના જેવું હિન્દનું કમભાગ્ય બીજું શું હોઈ શકે? એન્ગલો-ઇન્ડિઅનેને આથી એક હથીઆર મળે છે કે “ હમે હિંદીઓ સ્વરાજ્ય મેળવીને આવો જ ઉપયોગ કરવાના!” “વિદ્યાર્થીગૃહ” એ ચાલુ સતાવણીઓ છતાં સપૂર્ણ બંધાઈ ગયું તથાપિ હજી કેસો ચાલ્યા જ કરે છે. હમણાં નવા કમીશનર સાહેબ આવ્યા છે, જેમાં દરેક ફર્યાદ પિતે સાંભળે છે એમ કહેવાય છે, તેથી આશા રહે છે કે “ગૃહ” ને હવે લાંબો વખત સતાવણી નહિ ખમવી પડે. આ મ્યુનિસિપાલીટીની સતાવણું સાથે વળી પડોસીઓની સતા-- વણી પણ કાંઈ ઓછી સહવી પડતી નથી. એકે કર્યાદ કરી કે આ મકાન એમની માલિકીની જગામાં બાંધ્યું છે એ ખરું, અને એમના મકાન તથા અમારા મકાન વચ્ચે એમની માલકીની ખુલ્લી જમીન છે એ પણ ખરું, તાપણું તેથી અમારા ઘરના પ્રકાશને હરકત આ વવાનો સંભવ છે માટે આગળ કામ ચાલતું અટકાવવું.” બીજાએ ફર્યાદ કરી કે દક્ષિણની હવા વિદ્યાર્થીઓને મળે તે માટે મૂકાયેલું છનું કાઢી નખાવવું. આવા આવા ચાર કેસને, બીજી ખટપટ સાથે જ, સંભાળવા પડે છે. પણ તે સર્વે કરતાં વધારે દુઃખદાયક ઈ સતાવણું હોય તો તે ખુદ જન તરફની–સ્થાનકવાસી જૈને તરફની છે. એમાંના એકે ઇનકમટેક્ષ ખાતાને લખ્યું કે આ લોકે ઉપર અમદાવાદમાં સજજડ ઇનકમટેક્ષ નાખવો ! ટૅક્ષ નખાયોહા, હાં હારા કુટુમ્બ પૈકી કોઈને વ્યાપાર કે રહેણાક નથી એવા શહેરમાં ઇનકમટૅક્ષ નખાયા ! અને કાંઈ ન ચાલ્યું હારે વર્ષ પિષ્ટ ખર્ચ સહિત આઠ આના લવાજમમાં અપાતું “હિતેચ્છું” પત્ર અમદાવાદમાં છપાય છે તે આધારે તે પત્ર પર ટેક્ષ નખાયો ! જે “હિતેચ્છું” વર્ષે ૧૫-૨ હજાર ગુમાવે છે હેના ઉપર ઇનકમ ટેક્ષ ! વાહ, જૈન, વાહ ! હમારી બહાદુરીને વાહ! હમારી કૃતજ્ઞ તાને પણ વાહ ! હમારા “જિનપણને પણ વાહ ! “ જનસમાચાર ” પાસે-રાજદારી ગુન્હાની ગેરહાજરીમાં પણ-હેટી રકમની જામીનગીરી લેવાની સરકારને અરજ કરનાર પણ અમદાવાદને જન જ હતો. ઘણું છે, મને નવું બળ ધીરનારા-હારી મંદતાને જાગ્રત કરનારા-છૂપા શત્રુઓ ! ઘણું છે ! - ટેક્ષની બાબતમાં ઘટીત પગલાં લેવામાં આવ્યાં છે એટલું જ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74