________________
વાના
[૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૩ (૧૬૪૯) પૃથ્વીરાજ કૃષ્ણવેલી (હિંદી) પર બાલા, ૨.સં.૧૬૮૬
વિકાનેરમાં સૂરજસિંહ રાજ્ય (૧) પ.સં.૩૬, આમાં પ્રથમ સારંગની સંસ્કૃત વૃત્તિને ઉલ્લેખ છે. દાન. નં.૪૪૨. (૧૬પ૦) પ્રતિક્રમણ સૂત્ર બાલા, ૨.સં.૧૬૯૩ ચે.વ.૧૩
પરમ વૈરાગિક શિરોમણિ ગિરરાજકૃત સંઘવી થાહરૂ સમભ્યર્થનયા.
(૧) સં.૧૮૫૮ આસૂ શુ.૩ લિ. મૂલતાણ નગરે વાચનાચાર્ય આણંદધીર શિ. પં. સુખહેમગણિ શિ. વા. ભુવનવિશાલગણિ શિ. ૫. કનકસેનગણિ શિ. ચતુર્નિધાન મુનિના વ્યલેખી શિષ્ય પં. શ્રીચંદ્ર સ્વપઠનહેતવે. ૫.સં.૨૦, અભય. નં.૨૩૬૭.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૦૮.] ૭૪૮. વાના (વિજયાણંદસૂરિને શ્રાવક શિષ્ય.)
વિજયાણંદસૂરિને જન્મ સં.૧૬૪રમાં મારવાડના રોહ ગામમાં થયે હતો. પિતાનું નામ શ્રીવંત પિરવાડ, માતાનું નામ સિનુગારદે અને પિતાનું મૂળ નામ કલા હતાં. સં.૧૬૫૧માં હીરવિજયસૂરિએ દીક્ષા આપી કમલવિજય નામ રાખ્યું અને સોમવિજય ઉપાધ્યાયના શિષ્ય બનાવ્યા. સં.૧૬૭૦માં વિજયસેનસૂરિએ પંડિત પદ આપ્યું ને સં.૧૬૭૬ના પૌષ સુદિ ૧૩ દિને વિજયતિલકસૂરિએ શિરોહીમાં આચાર્યપદ આપી વિજયાશું દસૂરિ નામ સ્થાપ્યું.
વિજયદેવસૂરિ સાગરના પક્ષમાં ભળી જવાથી સામવિજય ઉપાધ્યાય વગેરે સમુદાયે મળીને બીજા આચાર્ય નામે વિજયતિલકસૂરિને સ્થાપન કર્યા હતા, તેમની પાટે વિજયાણું દસૂરિ થયા. તેમને ચાલતા કલેશ તરફ અણગમો હતો તેથી સંપના સર્વ પ્રયત્ન કર્યા હતા અને કહેવા પ્રમાણે અમદાવાદમાં વિજાણંદસૂરિએ વિજયદેવસૂરિને વંદના કરી મેળ કર્યો હતો. આ મેળ સં.૧૬૮૧ના પ્રથમ ચૈત્ર સુદિ ૯ને દિને થયો. આ રીતે સંપ કેટલેક વખત ચાલ્યો પણ પાછળથી મમત્વની મારામારીથી બંનેમાં ભેદ પડતાં વિજાણંદસૂરિને પણ પિતાની પાટ ઉપર વિજયરાજસૂરિને સ્થા‘પવાની ફરજ પડી હતી. વિજયાણંદસૂરિએ તેર માસિક તપ, વીશ સ્થાનકપદની આરાધના, સિદ્ધચક્રની ઓળી અને છૂટક છઠ્ઠ અઠ્ઠમ વગેરે તપસ્યાઓ ઘણું કરી હતી. વળી તેમણે એક વખત ત્રણ માસને તપ કરી ધ્યાન પણ કર્યું હતું. તેમણે છ આબુની, પાંચ શંખેશ્વરની, બે તારંગાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org