________________
લાવણ્યસમય
[૧૬] જૈન ગૂર્જર કવિએ ૧ બોધ્યા શ્રી જબૂઢાંમે વાસ્તવ્ય શ્રી માલજ્ઞાતીય મહેશ્રી પેથાકૃત દશભવશ્રી પારિસ્વનાથ વીવાહલું કૃતં. પ.ક્ર. ૧૯૫થી ૨૦૩, ૫.૧૮, ચોપડે, વિધિ.ભં. (૨) સં.૧૫૮૩ માઘ શુદિ ૧૩ ભૌમે લિ. ૫.સં. ૧૨-૧૧, પ્રથમનાં બે પત્ર નથી, જશ. સં. (૩) સં.૧૫૮૧ ભા. વ. ૮ પુનમીયગ છે વિનયસુંદર શિ. વિનયસોમ લિ. પ.સં. ૮, જય. પિ.૬૯. (૪) પ.સં. ૧૧૧૧ની પ્રતમાં, સંઘ ભં. દા.૭૫. [મુપુગૃહસૂચી, લીંહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૬-૫૭, ભા.૩ પૃ.૪૮૪.] ૧પ૬, લાવણ્યસમય (તા. સોમસુંદરસૂરિ–લમીસાગરસૂરિ–
સમયરત્નશિ૦)
આ કવિ સંવત સોળમા સૈકાના મધ્યમાં એક સમર્થ કવિ થયેલા છે. તેને વંશ આદિને પરિચય તેના વિમલ પ્રબંધ'ની પ્રશસ્તિમાંથી મળી આવે છે. ગુજરાતના પાટણનગરમાંથી શ્રીમાળી વણિક નામે મંગ અમદાવાદ આવેલ ને તેને ત્રણ પુત્ર પૈકી મોટા પુત્ર નામે શ્રીધર અજદરપુરામાં વસતા હતા. શ્રીધરને તેમની સ્ત્રી ઝમકલદેવીથી ચાર પુત્રો નામે વસ્તુપાલ, જિનદાસ, મંગલદાસ અને લરાજ તથા એક પુત્રી નામે લીલાવતી થયાં. તે પૈકી લઘુરાજ તે જ આપણા કવિ. તેમને જન્મ સં. ૧૫૨૧ શાકે ૧૩૮૬ પોષ વદિ ૩ને થયો. તેમના જન્માક્ષર સમયરત્ન મુનિને બતાવતાં તે ગુરુએ જણાવ્યું કે તે પુત્ર તપને સ્વામી થશે, અથવા તે કોઈ તીર્થ કરશે, કાં તે મોટા વતિ થશે અને મહાવિદ્વાન થશે, ગુરુના કહેવાથી માબાપને પગે લાગીને એ પુત્ર વિરાગી થયો. સં.૧પ૨૯ના જેઠ શુદ ૧૦ને દિને પાટણમાં પાલણપુરી અપાસરામાં મહત્સવપૂર્વક તપગચ્છપતિ લક્ષમીસાગરસૂરિ (જન્મ સં. ૧૪૬૪ ભાદ્રપદિ વદિ ૨, દીક્ષા ૧૪૭૦, પંન્યાસપદ ૧૪૯૬, વાચકપદ ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયકપદ ૧૫૧૭, સ્વર્ગવાસ સં.૧૫૩૭)એ દીક્ષા આપી લાવણ્યસમય એ નામ આપ્યું. સમયરત્ન ગુરુએ વિદ્યા આપી. કવિ પોતે જણાવે છે કે “મેં સરસ્વતી માતાની કૃપા કરવાથી મને સેળમાં વર્ષમાં વાણી (કવિત્વશક્તિ) ઉદ્દભવી જેનાથી પિત છંદ, કવિત, ચોપાઈ અને ગદ્યપદ્યવાળા સરસ રાસ રચ્યા. વળી અનેક પ્રકારનાં ગીત, રાગરાગણી અને સંવાદ રચ્યાં. (મું) રસવાળાં કથન કહ્યાં છે, પણ જૂઠાં કાવ્ય કર્યા નથી. મોટામોટા મંત્રીઓ અને રાજાઓને પણ ખુશ કર્યા છે. ઘણું વિશાળ પ્રદેશમાં જેને ઉદેશ પ્રસર્યો છે, અને જેના ઉપદેશથી ઘણે ઠેકાણે દેહરાં તેમજ ઉપાશ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org