________________
સેળ મી સદી
[૩૮]
જ્ઞાનાચાર્ય આવ્યું છે.
અદ્યાપિ તાં એ પદેથી શરૂ થતું ૫૦ વસંતતિલકામાં રચાયેલું ખંડકાવ્ય સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. કેટલાક તેને કર્તા ચર કવિ માને છે, બીજો વર્ગ બિલ્ડણકૃત માને છે. આ પ૦ શ્લોકને પૂર્વ ભાગ તરીકે પૂર્વ ચતુસ્સપ્તતિકા' નામનું ૭૪ લેકનું નવીન કાવ્ય કોઈએ રચ્યું છે તેમાં “પંચાશિકા' પ્રસંગ એ વર્ણવે છે કેઃ
અણહિલપુર પાનના રાજા વરિહ (ઈ.સ.૯૨૦)ને અવંતપુરના રાજાની પુત્રી સુતારાની કુક્ષિથી શશિકલા નામની પુત્રી થઈ. પુત્રી મોટી થતાં રાજાને અભ્યાસ માટે ચિંતા થઈ. એવામાં કાશ્મીરી પંડિત બિલ્ડર્ણ રાજસભામાં આવ્યું. વિદ્વાન જણાયાથી રાજાએ શશિકલાને ભણાવવા વાસ્ત તેને રાખ્યા. વ્યાકરણ, કાવ્ય, સંગીત વગેરે શાસ્ત્રનું અધ્યાપન કરાવ્યા બાદ કામશાસ્ત્ર શરૂ કર્યું. આ અરસામાં તે બંને વચ્ચે સ્નેહ વધે અને ગાંધર્વવિધિથી લગ્ન થયાં. ઉભય કામશાસ્ત્રોક્ત ૨તિવિલાસસુખ ભોગવવા લાગ્યાં. રક્ષકોએ શશિકલાનું વિકૃત રૂપ જોઈને રાજાને આ વાત નિવેદન કરી. રાજાએ બિહણને શૂળી ઉપર ચઢાવવાને હુકમ કર્યો.
આ પછીની વાર્તા આ પણ કૃતિ – ગુજરાતી ભાષાન્તરની વાર્તાના સરખી જ છે. તે પાઈને સાર પણ આ લેખમાં આપ્યો છે. આમાં આગળ ઉપર જે મંગલાચરણ આપ્યું છે તે આપી પછી જણાવે છે કે, ઉત્તરદેશમાં શ્રી પુરપાટણમાં પૃવીચંદ રાજા રાજ્ય કરે છે. તેની પટરાણુનું નામ પ્રેમાવતી છે. નગરની બાલાઓનાં નયને જેનારને વીંધીને પાડી નાંખે એવાં મોહક છે. પ્રેમાવતીની કુક્ષિથી શશિકલા નામની પુત્રીને જન્મ થયો. તે શશિકલા ક્રમે કરીને યૌવનદશા પામી. કવિ તેણીના રૂપ તથા વિદ્યાભ્યાસનું વર્ણન કરે છે.......કાવ્યશાસ્ત્રમાં નૈષધ શરૂ થયું, પણ પાંચ સર્ગ ભણ્યા પછી પંડિત પંચત્વ પામે. બીજ પંડિતની શોધ કરતાં કલિંગ દેશથી બિહણ પંડિતની પ્રાપ્તિ થઈ. રાજાએ તેને કુમારીના શિક્ષક તરીકે નીમ્યા. પરંતુ રાજાએ બંને યુવાન હોવાથી તેઓ વચ્ચે કંઈ કુત્સિત કર્મ ન થાય તે માટે બ્રાહ્મણને કહ્યું કે કુમારી આંધળી છે અને કુમારીને કહ્યું કે બ્રાહ્મણ કુષ્ટરોગી છે; અને તે વાતે બંને વચ્ચે પડદો મુકાબે અને કુંવરીને પર્ય કે બેસાડી. અભ્યાસ કરાવતાં એક વિકટ લોક આવ્યો. શશિકલાએ તેના ઉપર રહેલી વૃત્તિ જોઈ નહીં, તેથી બ્રાહ્મણે કહ્યું કે, તું આંધળી છે તેથી જોઈ શકતી નથી; કુમારીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org