________________
સેળમી સદી [૩૫]
જ્ઞાનાચાર્ય તે ઉપરાંતની જણાય છે.]
પ્રકાશિત ઃ ૧. પ્રાચીન કાવ્યસુધા ભા.૪, સંશ. છગનલાલ વિદ્યારામ રાવળ, પૃ.૧૫૭-૮૪. (૫૯૭) + શશિકલા પંચાશિકા
- ટૂંકી નેંધઃ શારદા દેશને પંડિત કવિ બિહણ વતન છોડીને નીકળ્યો, ત્યારે કેટલાક વખત પંજાબના હાકેમ ક્ષિતિપતિ કિવા ક્ષિતિપાલને ત્યાં રહ્યા હતા. તે દરમિયાન તેને ક્ષિતિપાલની પુત્રી સાથે નેહ બંધાયે. તે વાત પાછળથી છતી થઈ; અને કાશ્મીરી કવિને દેશ ત્યાગ કરવો પડ્યો એ સ્નેહને સંભારી મોહબદ્ધ બિલ્ડણે સંસ્કૃતમાં “બિ૯ણુ પંચાશિકા' રચી. જે અદ્યાપિ એક લોકપ્રિય કાવ્ય મનાય છે. એ કાવ્યમાં રાજકુમારી સાથે ભેગવેલા ભોગનું બિલ્પણના મુખનું ઉત્પાદક ચિત્ર છે.
પ્રસ્તુત “પંચાશિકા' કેઈ અણુધડ જેડનારને હાથે કાલાંતરે કથીરમાં જડાઈ અને “બિહણ કાવ્ય” નામ પામી. પૂર્વે બિ૯૯ણુ ગુજરાતમાં આવ્યું હતા ને ત્યાંથી અત્યંત અપ્રસન્ન ચિત્ત ચાલ્યો ગયો હતો, એ વાત એ અરસામાં તાજી હતી. અને પંજાબના ક્ષિતિપાલની હકીકત વિસારે પડી હતી. એને લીધે ઐતિહાસિક ક્ષિતિપાલ તથા તેની પુત્રીને ઠેકાણે “બિહણ કાવ્યમાં ગુજરાતને વીરસિંહ તથા રાજકુમારી શશિકલા એ બે કલ્પિત
વ્યક્તિઓ સ્થાપિત થયેલી જોવામાં આવે છે. જૈન સાધુ જ્ઞાનાચા જૂની ગુજરાતીમાં “બિહણ કાવ્ય રચ્યું છે, તેમાં શશિકલાના પિતાનું નામ પૃથવીચંદ્ર આપ્યું છે ને તેને પાટણનો રાજા કહ્યો છે.
બિહણ કાવ્યમાં ગાંઠી લીધેલી “બિલ્પણ પંચાશિકા'એ જ્ઞાનાચાર્યને શશિકલાના પ્રતાપના કાવ્યની રચના સુઝાડી જણાય છે. તે સાધુકવિએ ભાંગ્યાતૂટયા સંસ્કૃત સાથે ગુજરાતીમાં “શશિકલા કાવ્ય રચ્યું છે, તેમાં વીસ સંસ્કૃત શ્લોક અને ચાલીસ ગુજરાતી ચોપાઈ છે, “બિહણ કાવ્ય” અને શશિકલા કાવ્યની ભાષાની વિશિષ્ટતા ઉપરથી જ્ઞાનાચાર્ય ઈસવીસન પંદરમી સદીમાં થયેલ લાગે છે. પ્રસ્તુત કાવ્યોની જૈન મરોડના દેવનાગર અક્ષરની હાથપ્રત (મુંબઈની દેવચંદ લાલભાઈ લાયબ્રેરીની) જે મને મળી હતી તે વિ. સ. ૧૯૨૬ની છે.
જ્ઞાનાચાર્યની ભાષા મધ્યકાળની ગુજરાતી છે. એ કવિનું “શશિકલા કાવ્ય ટૂંકું છે ને કંઈક ફીકું પણ છે. – કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. આદિ - આદિમાં એક શ્લોક છે કે ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org