________________
સેળમી સદી
[૩૫]
ઉદયભાનું પ્રમાણે હતોઃ
મસ્તકિ જટા મુકટ સુવિશાલ, તિલક ત્રીય સહઈ ભાલ, દંડ ત્રય કષાયાં વસ્ત્ર, બીજઈ કરિ ફુરસીનું શસ્ત્ર. ૪૩. યોગપટ્ટ હદિ તુલસી માલ, દેવ દેહરા ઝાકઝમાલ,
હીગલાજ મુખિ બોલઈ ઘણુઉં, ઇસિવું રૂપ અવધૂતહ તણ૩. ૪૪ મંત્રીએ યોગીને પ્રસન્ન કરી પૂછયું કે આપ ક્યાં રહે છે ? યોગીએ કહ્યું, અમારે કોઈ એક ગામ ઠામ હેતું નથી, મેં અડસઠ તીર્થ કર્યા છે. કવિ તીર્થ ગણાવે છે:
ગંગા ગયા ગોદાવરી હેમપંથ હિંગલાજ સાગર સંગમ નરબંદા, નાહી સાર્યા કાજ, વિતરણ સાભરમતી, અચલેશ્વર જગનાથ કાસી યમનાં દ્વારિકા, ભેટા શ્રી સોમનાથ, વટ પ્રિયાગ જઈ સરસતી, તાપી મહી ભગુ ખેત્ર સારણિ રામેશ્વરિ જઈ, પુહુતા જિહાં કુરૂખેત્ર. નગરકોટ જવાલામુખી, કાસમીર નઈ દેશ,
તીરથ જોયાં મઈ ઘણું, મંત્રી મઈ મણઈ વેસિ. શંભુ શક્તિના દૂત જેવા સોમદેવ નામના એ યોગીએ કહ્યું કે મેં કરેલાં તીર્થ ગણાવતાં પાર આવે એ નથી; પણ મેં એક અચરજ જોયું છે તે હું તને કહું છું. નવબારી ચંપાનગરીમાં ચંપકસેન રાજા અને ચંપકસેના રણને લીલાવતી નામની કન્યા છે. કન્યા અભુત રૂપવતી છે. મંત્રીએ પૂછ્યું કે તે પરણી છે કે કુંવારી છે ? યોગીએ કહ્યું કે એ એક વિપરીત વાત છે. એ પાપિણી પુરુષષિયું છે. પૂર્વભવનું એક જ્ઞાન થયું છે ને તેથી પુરુષને દેષ કરે છે. મંત્રીએ કહ્યું કે ઠીક, ચાલે આપણે રાજા પાસે જઈએ. ઉજેણી નગરીની મનોહર રચના જોત-જોતા યોગી રાજા પાસે ગયો. રાજાએ બહુ ભક્તિભાવ બતાવીને યોગીનું સ્વાગત કર્યું. પછી યોગીએ લીલાવતીની બધી વાત કહી. રાજાએ તેને કટિ સુવણદાન આપીને વિદાય કર્યો, પછી સાગરદત્ત મંત્રીને રાજય સોંપીને પોતે (આટલે. સુધી સં.૧૬૬૨ની લખેલી પ્રત પરથી લખેલ સાર અધૂરે મુકાયો છે.) આદિ –
વસ્તુ દેવી સરસતિ દેવી સરસતિ પાય પણ મેવિ, શંભુ શક્તિ બિ મનિ ધરી, કરિસ કવિ નવનવઈ દિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org