________________
તરીકે મૂકવાને હતો તે જુદે બહાર પાડવાનો નિર્ણય થશે. ઉપોદ્દઘાત પર લંબાણ પ્રસ્તાવના હેય જ નહિ તેથી અવ મુદ્દાની વાત કરી વિષયની શરૂઆત કરી દઈએ.
ગને વિષય અગમ્ય નથી એ આ લેખ વાંચવાથી જરૂર જણાશે. એ લખતી વખતે સાદી ભાષામાં પારિભાષિક વિષય બતાવતાં બહુ મુશ્કેલી જણાઈ છે તે પણ બની શકે ત્યાં સુધી પારિભાષિક શબ્દ વિવેચન વગર અથવા ખુલાસા વગર દાખલ થવા દીધું નથી અને ભાષા જેમ બને તેમ ઘરગથ્થુ રાખવા પ્રયત્ન કર્યો છે. એમાં કદાચ ખલના થઈ હોય તે તે વિષયની મહત્તાને અંગે બનવાજોગ છે. વળી અતિ ઉત્ક્રાતિ બતાવનાર વિચારે સાદી ભાષામાં બતાવવા જતાં કેઈવાર કિલષ્ટતા થઈ જવા પણ સંભવ છે. એ બન્ને બાબતમાં પૂરતી સંભાળ રાખવા છતાં પણ ખલના થઈ હોય તે તે ક્ષેતવ્ય ગણી તે પર ધ્યાન ખેંચવા ખાસ વિજ્ઞપ્તિ છે.
આપણે ઘણી વખત અમુક પ્રાણના જીવનપ્રદેશના એક વિભાગ પર વિચાર કરી શકીએ છીએ, કારણ કે આપણું જ્ઞાન હદવાળું હોવાને લીધે આપણે બહુ લંબાણ જોઈ વિચારી શકયા નથી. આવા અંકિત જ્ઞાનને પરિણામે ઘણી વખત અમુક બનાવીને આપણને ખુલાસો થતું નથી અને તેને પરિણામે ધર્મિષ્ઠ માણસોને દુખી થતાં જોઈને અથવા અધમ પંક્તિના માણસને સુખ જોગવતા
ઈને, મોટા વિહામાં તેને માટે જવાબદાર વ્યક્તિને આરામ જોગવતાં જોઈને અને નિર્દોષ હજારેને મરી જતા જોઈને અને એવી એવી અનેક વિરોધદર્શક સ્થિતિ જોઈને મનમાં મુંઝાઇએ છીએ અને આ બધા ગોટાળામાં કોઈ વ્યવસ્થા હશે કે નહિ