Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 5
________________ (૩) જૈન આદર્શ પ્રસંગ ભાગ - નવમો ૧. શાસનપ્રભાવક તીર્થયાત્રા સંઘ માલગાંવ (રાજસ્થાન) નિવાસી, ઉદારદિલ શાસનભક્ત શ્રી કે.પી. સંઘવીએ માલગાંવ થી રાણકપુરજી તીર્થનો ઐતિહાસિક તીર્થયાત્રા સંઘ કાઢ્યો. ૨૬૫ કિ.મી.ની લાંબી મજલનો સંઘ કુલ ૧૮ દિવસનો હતો. સંધમાં ૪૫૦ જેટલા પૂજ્ય સાધુ-સાધ્વાજી ભગવંતો તથા ૬૧૦૦ આરાધક શ્રાવક-શ્રાવિકાઓ હતા. દરેક યાત્રિકને યાત્રાની શરૂઆતમાં જ બાવન જેટલી જરૂરિયાતની વસ્તુ યુક્ત લગભગ રૂા. ૪,૦૦૦ ની મૂલ્યવાળી એક કીટબેગ ભેટ આપી હતી. જેમાં દાંત ખોતરણી પણ હતી જે ચાંદીની હતી. રોજ યાત્રિકો, મહેમાનો, દર્શનાર્થીઓ, ગામના સંઘો આદિ મળી દશ થી પંદર હજાર જેટલી વ્યક્તિઓ પાંચ મીઠાઈ, ફ્રુટ, ફરસાણ, મેવા આદિ ૪૦-૪૫ જેટલી ભોજનની આઈટમોનું બેસીને ભોજન કરતા હતા. રસોડામાં જીવવિરાધના ન થાય તેની સવિશેષ કાળજી લેવાતી હતી. એક સાથે બે-ત્રણ ઈયળ આદિ શાકમાંથી વીણી લાવનારને તુરત જ ૫૦ રૂપિયાનું ઈનામ અપાતું હતું. એથી કામ કરનારા નોકરો પણ જયણાવાળા બન્યા હતા. સંઘમાં ચાંદીના ૯ ૨થમાં ૯ જિનાલયો હતો. દરેક જિનાલયમાં રોજ ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા આરાધકો દર્શન વંદન પૂજન ચૈત્યવંદન કરતા હતા. સંઘવીજીએ વિહારમાં આવતા કુલ ૩૫ ગામોના ૮૪ દેરાસરોમાં અઢી કિલો શુધ્ધ ચાંદીના કલાત્મક સંતાનોના સુસંસ્કારોનો અંતિમ સંસ્કાર ન થાય તે જોજો. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52