Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 17
________________ - (૧૫) – નથી. તમારી પુત્રી બુધવારે સવારે ૯ વાગે મૃત્યુ પામશે. અંતિમ ઘડી નજીક જાણી, આશાને અંતિમ આરાધના કરાવવામાં સગાવહાલાનો ઘણો જ વિરોધ, કડવા વચનો સાંભળવા પડ્યાં. પણ આત્માની ગતિનો પ્રશ્ન હતો ત્યારે એ વિરોધને કેમ ગણકારાય? અને સાચ્ચે જ આશાએ સવારે ૯ ને ૫ મિનિટે નવકાર શ્રવણ કરતાં કરતાં દેહત્યાગ કર્યો. તેના ચક્ષુદાન કરવાની સંમતિ તેની પાસેથી મેળવી લીધી હતી અને તે મુજબ ચક્ષુદાન કર્યું.. આ રીતે અકાળે પુત્રીનું અવસાન થવાથી મન શોકમગ્ન રહ્યા કરતું હતું. ત્યારે એક રાત્રે ફરી દેવીએ સ્વપ્નમાં કહ્યું “ચિંતા ન કરો. નવકાર મંત્રના પ્રભાવે તમારી પુત્રીની સદ્ગતિ થઈ છે'. મેં મારી પુત્રીનાં દર્શન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી અને તે દેવીએ એક દિવસ મારી પુત્રી કે જે પણ નવકાર શ્રવણના પ્રભાવે દેવી થઈ છે, તેનાં મને દર્શન કરાવ્યાં. એટલું જ નહિ પણ તેના ચક્ષુ જે વ્યક્તિને આપવામાં આવ્યા હતાં, તેના પણ દર્શન કરાવ્યાં. તેથી મને ખૂબ સંતોષ થયો. તે દેવીએ પોતાની પાસેથી ધન વિગેરે કાંઈ પણ માંગવા માટે અનેક વખત મને આગ્રહ કર્યો છે. પણ મેં હજી સુધી તેની પાસેથી તેવું કાંઈ પણ માંગ્યું નથી. ખરેખર આ ઘટનાથી નવકાર પ્રત્યેની મારી શ્રધ્ધા એકદમ દઢ બની ગઈ છે. સહુ કોઈ શ્રધ્ધાપૂર્વક નવકારમંત્રની આરાધના કરી પોતાનું આત્મકલ્યાણ સાધો એજ શુભ ભાવના ! ૧૦. પ્રચંડ સત્ત્વ ચાર કર્મગ્રંથથી પણ અકિઅભ્યાસ કરી રહેલનડિયાદનો અમીત મોતા પૂ.આ.શ્રી નરરત્નસૂરીશ્વરજીની નિશ્રામાં પાંચ ( દુઃખનું સ્મરણ એટલું ન કરશો કે સુખનું મરણ થઈ જાય. ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52