Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 22
________________ –– – (૨૦) – પ્રસંગ વાંચ્યા પછી હવે આ બધાનો ત્યાગ મનથી કરી દીધો. મારા ઘરેથી શ્રાવક પણ કહે કે પિતાજી આપણને આ ઘર-દાગીના કાંઈ નહિ આપે. તો હવે મને દાગીના કે ઘર પર મોહ નથી રહ્યો. ખરેખર આ પ્રસંગે જ મારું મન બદલ્યું છે. હવે મનમાં પ્રસન્નતા આવી ગઈ છે. મને મારા પિયરથી આપેલા દાગીનામાં જ સંતોષ થઈ ગયો છે. મનમાં કોઈપણ જાતનો ખચકાટ નથી. ખરેખર હકનું છોડીને કરેલા ત્યાગમાં આટલો બધો આનંદ આવે છે તે અનુભવ આજે આશ્ચર્ય પેદા કરે છે. ૧૫. જિનાજ્ઞાપાલન જ સુખદાયક સ્વીટીબેન, ભાયંદર જણાવે છે કે બાળપણથી ચોવિહાર કરું છું. પરણીને સાસરે ગયા પછી પણ ચોવિહાર ચાલુ રાખ્યા હતા. પ્રેગનન્સી દરમિયાન શારીરિક કમજોરીના કારણે રાત્રે દુધ લેવાની અને આહારમાં ગાજર, બીટનો જ્યુસ લેવાની ડૉક્ટરે સલાહ આપી હતી. કંદમૂળ ક્યારેય પણ ઘરે લાવ્યા ન હતા. એ વખતે આ જ પુસ્તકના ભાગ ૧થી ૭ વાંચવા માટે કોઈકે આપ્યા. ખાવું ન ખાવું દુવિધામાં ફસાયેલું મન પાછું મલ્મ થયું હતું. કંદમૂળ તો ન જ લીધું પણ નવ મહિના મક્કમતાથી ચોવિહાર પાળ્યા ! ડીલીવરીના દિવસે રાત્રે સાડા બાર વાગ્યે ડીલીવરી થઈ, છતાં કશું જ ન ખાતા એ દિવસે પણ ચોવિહાર કર્યો, જે આજે દીકરો અઢી વર્ષનો થયો ત્યારે પણ ચાલુ છે. હવે પછી જીવનમાં ગમે તેવી આપત્તિઓમાં પણ પ્રભુની આજ્ઞાને જ મુખ્ય કરી મારે આ માનવભવ સફળ કરવો છે. તમે સહુ પણ મારી જેમ જિનાજ્ઞાનું પાલન કરતા જ હશો ને !! વેવિશાળ પૂર્વે દિલ વિશાળ બનાવવું જરૂરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52