________________
(૩૩) કે છાંટતા છાંટતા હુ લગભગ નાહ્યો. એ પાણી જે ગિરિરાજના પગથિયા પર પડયું અને આવી રીતે વધુ પડતું છંટાવ્યું તેનું મને પ્રાયશ્ચિત આપો. જે ગિરિરાજ પર પાણી પણ ન પીવાય, બાથરૂમાદિ પણ ન કરાય, અરે શરીરનો મેલ પણ ન નંખાય તેની પર આ રીતે નાહ્યો તેની મને આલોચના આપો.
ઉપરાંત, થાકને કારણે ચડવામાં તકલીફ હતી. વૈયાવચ્ચવાળાઓએ ટેકો તો આપ્યો પરંતુ સાથે ૯૯ યાત્રા કરનારી એક-બે છોકરીઓએ પણ મારી જાત્રા પૂર્ણ થાય એટલે ટેકો આપ્યો. આમ તો મ.સા.એ વખતે છોકરીઓ પ્રત્યે એવા કોઈ ખરાબ ભાવ નહોતા આવ્યા. અરે એવો વિચાર પણ નહોતો આવ્યો છતાં કદાચ ટેકો આપનારી છોકરીઓ પ્રત્યે કોઈ રાગનો ભાવ આવ્યો હોય તો તેનું પણ પ્રાયશ્ચિત આપો.
પૈસા બચાવવા માટે રીક્ષાઓમાં ભાઈઓની જોડે નિશ્ર્ચિતપણે બેસી જનાર બેનો જરા વિચારજો ! શીલપાલનમાં જેટલી મક્કમતા કેળવશો તેટલો જ આત્મા મોક્ષ તરફ આગળ વધશે.
મુંબઈમાં એક યુવાન મળવા માટે આવ્યો હતો. ગુરૂદેવને પૂછે કે હું જે બિલ્ડીંગમાં રહું છું ત્યાં સવારના મારે ફ્લેટની મોટર ચાલુ કરવી પડે છે. આખા ફ્લેટ માટે પાણી ઉપરની ટાંકીમાં ચડે. હું જેટલું પાણી વાપરું તેનુ જ પાપ લાગે કે આખી ટાંકીના પાણીનું પાપ લાગે ? ગુરૂદેવે કહ્યું કે આખી ટાંકીનું પાપ લાગે. યુવાન કહે કે તો પછી મ.સા. આ મકાન છોડી બીજે જ્યાં આવું પાપ ન કરવું પડે તેવી જગ્યા રહેવા માટે શોધીશ. મારે આવું પાપ નથી જોઈતું. ધન્ય છે આવા યુવાનોમાં રહેલા પાપના ભયને !
વાસણાનો એક યુવાન અઠ્ઠમનું પચ્ચકખાણ લેવા આવ્યો હતો. કારણ પુછતાં કહ્યું કે રસ્તામાં ગાડી ચલાવતા અચાનક આજનો યુવાન પહેલા પ્રેમમાં પડે છે, પછી વહેમમાં પડે છે, છેવટે ડેમમાં પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org