________________
- (૪૪) ભાવે? તો પણ પાઉંની આજીવન બાધા લીધી. મારું જોઈને મારી નાની છોકરી થોડા થોડા દિવસ માટે પાંઉ, કેડબરી, પાપડ, આઈસ્ક્રીમ જેવી ઘણી બધી એની જ પસંદની આઈટમોની બાધા લે છે. મારી બેબીને ત્રણ મહિનાથી ટોન્સીલ પાકી ગયા હતા. દવા પણ ચાલતી જ હતી. આ ચોપડીના વાંચન બાદ પર્યુષણમાં ચોસઠ પ્રહરી પૌષધ કરવા હતા. ડૉક્ટરે આગલા દિવસે ના પાડી. તેને ટોન્સીલમાંથી રસી ઝરતી હતી. મોટું ખૂબ જ વાસ મારતું. બે દિવસ દેશાવગાસિક કરી દવા લીધી અને પછી જીદ કરી. પપ્પાને આ ચોપડીનાં દૃષ્ટાંતો વંચાવી પાછળ બધા પૌષધ કર્યા !! જેને પાણી પી શકે તેવી પણ જગ્યા ગળામાં રહી ન હતી એણે અહોરાતના પૌષધ કર્યા.
ચોપડી છો પડી એમ નહી ચોપડી બદલે ખોપડી. એ વાક્ય યાદ રાખો. લોકમાન્ય ટીળક કહેતા હતા કે સ્વર્ગમાં ચોપડી વાંચવા ન મળે અને નરકમાં ચોપડી વાંચવા મળતી હોય તો હું નરકમાં જવાનું પસંદ કરીશ. ચાલો જ્ઞાનની આશાતનાના બહાના છોડી સુંદર પુસ્તકો વસાવવાનો અને વાંચવાનો સંકલ્પ કરીએ.
- ૪૦.સાધર્મિની શ્રીમંતાઈ મુંબઈના સુશ્રાવિકા પટણી શકુંતલાબેન કસ્તુરચંદ શાહ (ઉ.વ.૬૭) ના જીવનમાં ધર્મ માર્ગે તેમજ સમાર્ગે વાવેલી લક્ષ્મીની યાદી એમના શબ્દોમાં વાંચીએ - હું નાનપણથી સાડી વેચવાનો તેમજ સાડી ફોલ બીડીંગનું કામ કરતી. બા તથા પિતાજીના અવસાન પછી હું મારું ઘર ભાડે આપતી. ૧૨ મહિનાનું ભાડું ભેગું કરી ધર્મમાં સારા માર્ગે વાપરતી. પહેલીવાર પૈસા ભેગા થયાં. તેમાંથી મેં વિરાર ( રાગનો ત્યાગ કરવો હોય તો પહેલા ત્યાગનો રાગ ઉભો કરો. )
Jain Educator international
For Personal & Private Use Only
www.jainelibrary.org