________________
– (૪૬) – વર્ષીતપનું પારણું હસ્તિનાપુર કર્યું. ત્યાં ચાંદીના વૃષભ અને ઘડો ચડાવ્યાં.
આઠમીવાર ૧૨ મહિનાના પૈસામાથી બીજા વર્ષીતપનું પારણું વાલકેશ્વર કર્યું ત્યાં ભક્તામાર મહાપૂજન ભણાવ્યું ને જમણવાર કર્યો. નવમી વાર ૧૨ મહિનાના પૈસામાંથી પાલીતાણા દાદાની જાત્રા કરી નીચે ઉતરી બધાનું (ડોળીવાળા ભાઈ બહેનો સહિત) તિલક કરી સંઘ પૂજન કર્યું.
ત્યાર પછી મારા ઘરના રૂા.૨૫ લાખ આવ્યા તેમાંથી રૂા.૧૨ લાખ ટ્રસ્ટમાં આપ્યા. પૈસામાંથી આ.રાજયશસૂરિ મ.સા.ની નિશ્રામાં મેં સહ-સંઘપતિ બનીને અમદાવાદથી પાલીતાણાનો ર૧ દિવસનો છરી પાલીત સંઘ કાઢ્યો.
આ.ભ.જગવલ્લભસૂરિ મ.સા.ની નિશ્રામાં પોષ દશમીના અઠ્ઠમ કરવા ગઈ તો ત્યાં જાણ થઈ કે ધર્મચક્ર તીર્થમાં નવકારમંત્રના ૬૮ અક્ષરના અડસઠ શિખરબંધી દહેરાસરનું નિર્માણ થવાનું છે. પૂજ્યશ્રીને મારા મનની ભાવના જણાવતા તે પૈકી એક દહેરાસરજીની દેરીના નિર્માણનો લાભ મળ્યો. આ સુશ્રાવિકા ના દાનાદિ ધર્મની ભૂરિ ભૂરિ અનુમોદના !!!
આ શ્રાવિકાએ અનેક વિશિષ્ટ તપો તથા અનેક છરિ પાલિત સંઘોમાં આરાધના કરેલી છે.
૪૧. અસંભવને સંભવ ક્રનારા વિ.સં.૨૦૬૫, એપ્રિલ અંતમાં યુવાનોની શિબિર બબલપુરા દહેગામ પૂર્ણ થયા બાદ વિહાર કરી કૃષ્ણનગર, નરોડા આવ્યા. ૧-૫-૨૦૦૯ના રોજ અજાણ્યા બે ભાગ્યશાળી વંદન કરવા બપોરના સમયે આવ્યા. વંદન બાદ વાત કરી કે “મહારાજ શ્રી!
(પ્રભુએ જગતને બનાવ્યું નથી, બતાવ્યું છે અને દુઃખથી બચાવ્યું છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org