Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 51
________________ પ્રસ્તાવના ગુલાબ જેવા મઘમઘતા આ સત્ય પ્રસંગો વર્તમાનકાળના હોવાથી ખૂબ પ્રેરક છે. અમાસની અંધારી રાત્રે આહલાદક પ્રકાશ રેલાવતા ટમટમતા તારલા જેવા આ ઉત્તમ ધર્મી શ્રાવકોના પવિત્ર પ્રસંગો તમને ચોક્કસ આરાધના અને અનુમોદનાનું પુણ્યાનુબંધી પુણ્ય બંધાવી ખૂબ ખૂબ આત્મહિત કરવા સમર્થ બનાવશે. આત્મહિત સાધવા આવા પ્રસંગોમાંથી યથાશક્તિ ધર્મ કરવાનો સંકલ્પ આ વાંચી શીધ્ર કરશો. અને અંતે E હે વાચક! પુસ્તકગમ્યું? = તો એમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા સંકલ્પ કરી યોજના બદ્ધ પુરુષાર્થ કરવા જેવો છે. E સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા જોઈએ. = આ પ્રસંગો શાંતિથી, વારંવાર વાંચવાથી ખૂબ જ લાભ થશે. E મિત્રો, સ્વજનો, પડોશીઓ વગેરેને ભેટ આપવાથી તેમનું જીવન પણ મઘમઘતું ઉપવન બની શકે છે.! શુભ પ્રસંગો વારંવાર આવતા હોય છે. ક્યારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાને લાભ થયો પણ છે. ગામે ગામ આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે. તમને અલ્પ ધનથી પરોપકારનું પુણ્ય મળશે. પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ પુસ્તક ભાગ ૧ થી ૧૨ નવી ૫૦,૦૦૦ કોપી સાથે પ્રગટ થયેલ છે. પહેલા ભાગની ૧૭ વર્ષમાં ૨૧ આવૃત્તિ અને બાકીના ભાગની પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે, આની કુલ ૫,૪૯,000નકલો પ્રગટ થઈ છે. ઘ સઘળા ભાગ વાંચો, વંચાવો, વસાવો, વિચારો, વહેંચો. = ભાગ ૧ થી ૮ ભેગા અને ૧ થી ૧ર છુટા કન્સેશનથી મળશે. 5 આવા પ્રેરક ખાતરી વાળા સત્ય પ્રસંગો પૂરી વિગત સાથે મને મોકલી આપો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52