________________
– (૪૮) એક મહિના સુધી લોકોના ભાવની ઉત્તમતા જોતા લાગ્યું કે આ ભાગ્યશાળીઓની આટલી બધી સારી ભાવના છે તો દેરાસર બનાવવાની પ્રેરણા કરીએ તો વિશેષ લાભ થાય. હસમુખભાઈ, સચીનભાઈ વિગેરે અનેક દેરાસરની પ્રેરણાને ઝીલી. શાંતિનાથની પોળ, ચંદ્રપ્રભુસ્વામીના દેરાસરના ભોંયરામાંથી વિ.સં.૧૯૧૦માં ભરાવેલા શ્રી સંભવનાથ પ્રભુજી પણ ત્યાંના ટ્રસ્ટીઓએ ઉદારતાથી આપવા હા પાડી.
તા.૧૭-૬-૨૦૦૯, બુધવાર જેઠ વદ-૯, વિ.સં. ૨૦૬પમાં શ્રી સંભવનાથ પ્રભુજીની રંગે ચંગે પ્રતિષ્ઠા થઈ. ત્યારબાદ, તો બે આરાધનાભવન પણ નિર્માણ થયેલ છે. સંઘનું નામ છે શ્રી લબ્લિનિધાન જૈન સંઘ. ૩૧ ઈંચના શ્રી માણિભદ્રવીર તથા શ્રી પદ્માવતી દેવી પણ પધરાવેલ છે. દર બેસતા મહિને તથા દર પૂનમે દર્શન-પૂજા કરવા આવનારને ભાતી પણ એક પુણ્યશાળી , તરફથી અપાય છે. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા સહુને સંઘની ખાસ વિનંતી છે કે આપ સહુ અવશ્ય અત્રે પધારો. નરોડા, કૃષ્ણનગર, ઓઢવ, નિકોલ સહુની મધ્યમાં આવેલો આ સંઘ છે. સાધર્મિકને અનાજની સહાય કરવી જરૂરી છે, રકમથી સહાય કરી શકાય પણ આ બધી મદદો થોડા સમય માટે ઉપયોગી છે. જ્યારે સાધર્મિકોને કાયમી ધર્મસ્થાન માટે મદદ કરીએ તો વર્ષો સુધી તેઓ ધર્મારાધનાદિ કરે તેનું પુણ્ય આપણને મળે. સાધર્મિક ભક્તિને બધા ધર્મોમાં શ્રેષ્ઠ ગણાવ્યો છે. આ જ સંઘના આરાધના ભવનમાં લાભ લેવાની ભાવનાવાળા માટે યોજના આપેલ છે.
એ
ભાગ - ૯ સંપૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org