________________ મ“ મારે સુખ જ જોઈએ છે” થી આવી ઈચ્છા વિશ્વના દરેક જીવની હોય છે. જીવ સુખ માટે મહેનત પણ કરે છે પરંતુ અફસોસ કે સંસારના સુખો માટે અનંતો કાળ મહેનત કરી પરંતુ હંમેશા દુ:ખ જ લમણે ઝીંકાયુ છે. કઈ રીતે મળે સુખ ? કઈ રીતે મળેલુ સુખ કાયમ ટકે ? એનો એક માત્ર ઉત્તર છે કે સિધ્ધિગતિની પ્રાપ્તિ. સિધ્ધિગતિ એટલે જ્યાં આત્માનું અનંતુ સુખ, અનંતુ જ્ઞાન શાશ્વતા અનંત કાળ માટે રહે તેવી ગતિ. શીધ્રાતિશીધ્ર મોક્ષપ્રાપ્તિ માટે પંચસૂત્રમાં ત્રણ ઉપાય બતાવવામાં આવ્યા છે. (1) અરિહંતાદિ ચારના શરણ (2) સ્વ દુષ્કતોની નિંદા (3) સ્વ - પરના સુકૃતોની અનુમોદના. આ પુસ્તકના કેટલાક પ્રસંગો ચાર શરણાની મહત્તા માટે, તો કેટલાક પોતાના પાપોની નિંદા માટે, તો કેટલાક વિશ્વના જીવોની ઉત્તમ આરાધના, સાત્વિક્તા, ખુમારીને જાણીને અનુમોદના કરવા જણાવાયા છે. મોક્ષની નજીકમાં પહોંચેલા દરેક જીવોને આવા વર્તમાનના, સત્ય પ્રસંગો વાંચતા અન્યોમાં રહેલા ઉત્તમ ગુણોને પોતાનામાં લાવવાના મનોરથ અવશ્ય જાગે, બીજાની અનુમોદના જાગે, ભવોભવ જિનશાસન મળતુ રહે તેવી તમન્ના જાગે એજ શુભાશિષ. nagdaa faarn at ચાર શરણા સુકૃત-અનુમોદના દુષ્કૃતગર્તા For Personal & Private Use Only) HELLE. Www.janelibrary.org Jain Education International