________________
– (૩૫) વચનો સાંભળી કુટુંબીજનો વ્યથિત બન્યા પણ બીનાબેન સમજુ હતા. “મારા અરિહંત દેવ કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ, અચિંત્ય ચિંતામણી સમાન છે. ભાવરોગો કાઢી આપનારા એ તારક દ્રવ્યરોગો પણ શા માટે ન કાઢે?” આવું વિચારી પાંચ-પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરે અર્થ સહિત જાણનારા એ બેન શક્ય બન્યુ ત્યાં અંજનશલાકા વગેરે પ્રસંગો પર જિન પ્રતિમાજીઓને ચક્ષુપ્રદાન કરવા લાગ્યા. લો વાંચો એના પ્રભાવ.
શ્રદ્ધાવાળા એ બેનની શ્રદ્ધા સફળતાને પામી. એમના પુત્રની આંખો જે ૮૫ ટકા દષ્ટિ ગુમાવી ચૂકી હતી. એમાં સુધારો થતો ગયો. હવે એ આંખો ૬૦-૭૦ ટકા કામ કરનારી બની ગઈ છે.ડૉક્ટરને પુનઃ બતાવતા એ કહે, “આશ્ચર્ય બન્યું છે. હવે આ બાળકની દૃષ્ટિમાં ક્રમશઃ સુધારો થશે.” દાદરના બેનના બાબા માટે પણ પૂર્વે આવું જ બનેલું. નમુત્થણે સૂત્રમાં પ્રભુ માટે “ચખુદયાણ' વિશેષણ વપરાયું છે. ખરેખર દ્રવ્યચક્ષુ + ભાવચક્ષુ આપનારા પરમાત્માને કોટીશઃ વંદના !
૨૮. તત્ત્વજિજ્ઞાસા નારણપુરા વિસ્તારમાં એક યુવાન ચૌદસે પ્રતિક્રમણ કર્યા બાદ સત્સંગ કરવા બેઠો. ઘણાં સુંદર પ્રશ્નો પૂછ્યા બાદ ગુરૂદેવે પૂછ્યું કે સત્સંગની ભાવના કેમ જાગી? યુવાને વાત કરી કે અહીં એજીનીયરીંગ પૂર્ણ કરી અમેરિકામાં એમ.એસ. કર્યું. ત્યારબાદ ત્યાં જ જોબ ચાલુ કરી. અમેરિકામાં ધર્મનું જ્ઞાન મેળવતાં કેટલાંક ધર્મી આત્માઓનો ધર્મ-આચાર જોઈ આધ્યાત્મિક માર્ગ જાણવાની ઈચ્છા જાગી. જેમ જેમ જાણતો ગયો તેમ જિજ્ઞાસા વધતી ચાલી. એ જ અરસામાં પૂ.આ.શ્રી યશોવિજયસૂરીજી મ.સા.ની ચોપડી હળીમળીને સાથે ખાવું તે પ્રેમભોજન, એકલા ખાવું તે પ્રેતભોજન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org