________________
- (૩૪) – ક્યાંકથી ગલુડિયું દોડતું આવ્યું અને ગાડી નીચે આવી ગયું.ગાડી તરત ઉભી રાખીને બચાવવાનો પ્રયત્ન ખૂબ કર્યો પણ બચાવી ન શક્યા. મને કહે કે મેં આ નિમિત્તે ગાડી ચલાવવાનું હમણાં થોડા દિવસ બંધ કરી દીધું. આલોચના રૂપે અઠ્ઠમ તો કરવાનું નક્કી જાતે કર્યું છે અને એટલે જ પચ્ચકખાણ લેવા આવ્યો છું. એ ઉપરાંત કોઈ આલોચના કરવાની હોય તો જણાવો. તો હુ કરવા તૈયાર છું.
જ્ઞાનીઓએ ધર્મ કરવાની યોગ્યતા માટેના જરૂરી ગુણોમાં સૌથી મહત્ત્વનો ગુણ પાપભય બતાવ્યો છે. ધર્મની દરેક આરાધનાઓમાં આ જ કારણે જયણા બતાવી છે. જે આત્મામાં બીજા જીવો માટે કોમળતા નથી, એવા નિષ્ફર આત્માઓ ધર્મના ક્ષેત્રમાં અયોગ્ય છે.
સમકિતી આત્માને પાપનો ખૂબ ભય હોય છે. પાપ બને તો ન કરે પરંતુ કરવું પડે ત્યારે અત્યંત અફસોસ કરે, પશ્ચાતાપ કરે. પાપ કરવું પડે ત્યારે પાપનો બચાવ ન કરતાં આંખમાંથી આંસુ પાડે. ચાલો આપણે પણ આત્મામાં પાપનો ભય પેદા કરી ધર્મની યોગ્યતા પેદા કરીએ. યોગ્યતાનો વિકાસ કરીએ.
૨૭. તારા શરણે આવ્યો છું એમનું નામ બીનાબેન હરેશભાઈ ઠાર. મૂળ ભાવનગરના અને હાલ વાપીમાં રહે છે. એમના ચાર વર્ષના પુત્ર વીરલને આંખમાં તકલીફ થઈ. જાણકાર ડૉક્ટરને બતાવતાં એમણે કહ્યું,
આંખમાં એકાએક રેટીનાની તકલીફ ઊભી થઈ છે, એની આંખની દૃષ્ટિ લગભગ ૮૫ ટકા જતી રહી છે, એની હમણાં કાંઈ સારવાર થઈ શકે તેમ નથી, એની ઉંમર સોળ વરસની થશે પછીથી દવા-ઉપચાર આદિથી ધીરે ધીરે સારું થશે.” ડૉક્ટરનાં
કમ ખાવ તન સ્વસ્થ, ગમ ખાવ મન સ્વસ્થ
Jain Education internationa
Por Personal Private Use Only
www.jainelibrary.org