Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 43
________________ (૪૧). આદીશ્વર દાદાનું જિનાલય. પરંતુ જૈનનું એક પણ ઘર હાલમાં નથી. ત્રણ વર્ષ પહેલાં પૂ.આ. ભદ્રકરસૂરી મ.સા.ના આજ્ઞાવર્તી સા. યશોવર્ધનાશ્રીજીએ ચોમાસું કર્યું અને આખા ગામમાં જાણે કે તપ, ધર્મની મોસમ આવી ગઈ. ગામમાં દરેક ઘરમાં કંદમૂળ બંધ, ઘણા બધા લોકો ઉકાળેલું પાણી પીવા લાગ્યાં. સત્સંગના પ્રભાવે પર્યુષણ આવતા સુધીમાં તો ગામની આખી રોનક બદલાઈ ગઈ. રાત્રે વ્યાખ્યાન રાખે તો ગામડાના લોકો આખા દિવસની મજૂરી પછી પણ ૩૫૦ થી ૪૫૦ની સંખ્યામાં આવે ! સાધ્વીજી મ.સા. ને ઉપાશ્રયમાં લેવા બધા જતા અને મૂકવા પણ બધા જતા. પર્યુષણમાં એકાસણાનું તપ કરાવ્યું. તેમાં પણ રોજનાં ૧૦૦ એકાસણા થયા. આયંબિલની ઓળીનો પાયો પણ ઘણા બધાએ નાખ્યો. આજે ત્યાં મ.સા. નથી પરંતુ કેટલાક લોકો અજૈન હોવા છતાં સવાર-સાંજનું પ્રતિક્રમણ દરરોજ કરે છે. અજૈનોના ગામમાં ગુરૂભગવંતોના ચોમાસાદિથી અનેક અજૈનોના પરિવર્તનના ઘણા પ્રસંગો હાલમાં બન્યા છે, બની રહ્યા છે. અમે જ્યારે ગયા વર્ષે લીંચ ગયા ત્યારે ઘણા બધા લોકો (અજૈનો) શત્રુંજયની જાત્રા કરવા સામૂહિક ૨-૩ દિવસ માટે બસમાં ગયા હતા. ૩૬. નવાર જપને સે જયશ્રીબેન દર્શન કરીને પાછા આવતા હતા. એક ગાડીવાળાએ એવી ટક્કર મારી કે આગળ બળદગાડું અને પાછળ ગાડી. બળદગાડામાં એમનો એક્ટીવા નો કાચ ભરાઈ ગયો અને લગભગ પાંચ-સાત મીનીટ સુધી ગાડા સાથે ભરાઈ અને ખેંચાયા. વાહન ચલાવતી વખતે કાયમ જાપ ચાલુ જ હોય. બધા લોકો ભેગા થઈ ગયા અને બચાવવા આવ્યા પરંતુ જાપના પ્રભાવે એમને ખાલી આંખની ઉપર સહેજ ખેંચાયાનું ઢીમણું થઈ ગયું. એ સિવાય (દેરાસરમાં ચોખા ઘણી વાર મૂક્યા, દિલથી ચોખા ક્યારે થઈશું? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52