________________
(૪૦)
ફોટા સમક્ષ બેસીને તે રોજ જાપ કરે. તેના પપ્પાથી આ સહન થાય નહીં પણ કરે શું ?
બન્યું એવું કે તેના પપ્પાનો પગ મચકોડાઈ ગયો. અને તેમણે દીકરાને એટલે કે મારા મિત્રને કહ્યું કે તમે તો બહુ મોટા મંત્ર સાધક છો તો મટાડો મારા પગના દુખાવાને. અને ખરેખર મારા મિત્રે અખંડ શ્રદ્ધાથી નવકાર ગણી અને પાણી તેના પપ્પાને પીવા આપ્યું અને મચકોડના ભાગ પર હાથ ફેરવ્યો અને ચમત્કાર સર્જાયો. ગણતરીની મિનિટોમાં તેમનો પગ સાજો થઈ ગયો ! આ બનાવ પછી તેણે તરત જ મને ફોન કરી આ ઘટના કહી. એક અજૈન વ્યક્તિ જેને ક્યારેય નવકારનો ‘ન’ પણ નહોતો સાંભળ્યો તેનામાં આવી ગજબની તાકાત ક્યાંથી આવી ? ત્યારે જવાબ મળ્યો ‘શ્રદ્ધા.’
૩૪. પ્રતિક્રમણનો પ્રભાવ
કૈલાસબેન વાસણાથી લખે છે કે મને પોતાને કેન્સર છે. સવારમાં ઉઠતાં શરીર એટલું દુઃખે કે વિચાર્યું પ્રતિક્રમણ નથી કરવું. પણ પાછો વિચાર આવ્યો કે ના, ના. ઘરનું કામ તો હું કરીશ તો પછી આ કેમ નહિ ? પ્રતિક્રમણ કર્યું. નવકારશી કરી. રસોઈમાં ઉકળતી દાળ ઉતારતા સાણસીના બે ભાગ છુટા થઈ ગયા. દાળ ઢોળાઈ અને છાંટા બધા મારી આંખોમાં ઉડ્યા. પણ મારી આંખને ઉકળતી દાળે પણ કાંઈ આંચ ના આવી અને મને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ ગઈ. મનમાં થયું કે પ્રતિક્રમણનું તાત્કાલિક ફળ દાદાએ બતાવી દીધું. ત્યારથી મારી શ્રદ્ધા વધી ગઈ છે.
૩૫. જૈનો બન્યા જૈન
મહેસાણા નજીક લીંચ નામનું નાનકડું ગામ. શિખર બંધી લગ્ન પૂર્વે વાઈફ ઈઝ લાઈફ અને લગ્ન બાદ વાઈફ ઈઝ નાઈફ (છત્રી) ?
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International