Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 40
________________ – (૩૮) ભાવ ! એની ભાવનાને લીધે જ આ ઓઘો ઉપર લટકાવ્યો છે. કદાચ ભાનમાં આવે અને ઉપર નજર પડે અને એ ભાવ એના જાગે ! ' આ બાળકને શી ખબર કે દીક્ષાના ભાવો થયા બાદ મને નહી મળે. મોટા થઈશું અને દીક્ષા લઈશું એવા ખોટા વિચારોમાં ઘણાં રહી જતા હોય છે. આવતીકાલે આપણે જીવતાં હોઈશું કે નહિ તે શી ખબર ? - પછી તો રાત્રે ૯ વાગે ફરી વિનંતી કરવા આવ્યા. સામાન્યથી અમે પ્રતિક્રમણ બાદ બહાર ન જઈએ. પરંતુ સમાધિ માટે, માંગલિક સંભળાવવા માટે આવી સીરીયસ અવસ્થામાં જઈએ. રાત્રે ૯-૩૦ વાગે તેના ઘરે જઈ ફરીથી અડધો કલાક-એક કલાક નવકારની ધૂન મોટેથી વારાફરતી ચાલુ રાખી. અંતે રાત્રે ૧૦ ની આસપાસ હું પાછો આવ્યો. એ જ રાત્રે એ બાળક કાળ કરી ગયો. સંયમના ભાવો અને અરમાનો એમને એમ જ રહી ગયા !! ૩૧. ધન્ય ગુરૂબહુમાન દેવાસ, અમદાવાદના એ પુણ્યશાળી. કાયમી વ્યાજની સામાન્ય રકમ એ જ એમની આવકમાં વાત કરતાં જાણ્યું કે પોતે સાધુ સાધ્વીજીની ગોચરીનો તો લાભ લે છે જ પરંતુ સાથે પાણી પણ ઉકાળવાનો લાભ લે છે. ક્યારેક વધારે ઘડા પાણીના ઉકાળવા પડે અને વધુ ખર્ચ આવે ત્યારે ઘરમાં ચારને બદલે બે વસ્તુ જ બનાવી પેટ ભરી લે જેથી બે વસ્તુનો ખર્ચ બચી જાય અને તે બચેલા પૈસામાંથી પાણી વધારે ઉકાળવાનો લાભ મળી જાય.ઉંમરમાં ખૂબ વૃદ્ધ છતાં ગુરૂભક્તિને ધન્યવાદ! લોચ પણ કરાવે છે. શાંતિસ્નાત્ર ભણાવવું સહેલું કે શાંતિ રાખવી સહેલી? Jain Education International , For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52