Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 33
________________ – (૩૧) એટલે જ તો ફોન કર્યો છે. હવે અમને ચિંતા નથી. બે દિવસમાં આવી શ્રાવક વધારાની રકમ પાછી લઈ ગયા. વાસ્તવિકતા એ છે કે મુનિમજી ખાધે પીધે ભલે સુખી છે પરંતુ એવા શ્રીમંત નથી કે કોઈને રૂા. ૧૦૦૦/- દાનમાં આપી શકે. જે કલિકાલમાં ચારેબાજુ અબજોપતિઓ પણ હજી વધુ પૈસા, હજી વધુ સગવડો ભોગવી લેવાના મૂડમાં રાત-દિવસ લોભથી જેમ ધનની પાછળ પડ્યા છે તેવા યુગમાં આવા સંસ્કારી જૈનો મફતમાં મળતા લાખો રૂપિયા સામેથી છોડી દેવા તૈયાર છે તે શું ઓછી નવાઈ છે! જો કદાચ પોતે વધારાના પૈસા રાખી લીધા હોત તો કોઈનેય ખબર ક્યાં પડવાની હતી, છતાં પ્રામાણિકતાના સંસ્કાર અને રુચિના પ્રભાવે લાખો રૂપિયા પરત કરી શક્યા. મુનિમજીને પાછા આપી દેવાનું કારણ પૂછતાં તેમણે જે હકીકત જણાવી તે વારંવાર વિચારવા યોગ્ય અને અમલમાં મૂકવા યોગ્ય છે. મુનિમજીએ જણાવ્યું કે અમે મૂળ કોઠ ગામના. વર્ષો પૂર્વે જુવાનીમાં પિતાજીની દુકાને બેસતા ત્યારે ધંધો કરવાનો થતો. પિતાજી બહાર ગયા હોય ત્યારે અમે દુકાને વેચાણ કરતાં. જ્યારે પિતાજી બહારથી આવે અને કોઈ ઘરાક માલ લઈ રહ્યો હોય ત્યારે ઘરાકને પૂછે કે આ વસ્તુ તે કેટલામાં મારા દીકરા પાસેથી લીધી? રૂા. ૬ ની વસ્તુના રૂા. ૬.૭૦ લેવાનું કહેલું હોય અને જો ઘરાક રૂા. ૭ માં આપી એમ કહે તો તરત બાપુજી લાફો ઠોકતા. ૩૦ પૈસા વધારે કેમ લીધા? એમ કહીએ કે બાજુની દુકાનવાળો તો આ જ વસ્તુ રૂા. ૮ માં આપે છે. ત્યારે બાપુજી એટલું જ કહેતા કે એ ભલે ગમે તે ભાવે વેચે આપણે ૧૨ થી વધારે નફો નહિ જ લેવાનો. ધંધામાં ૧૨% થી વધારે નફો અનીતિ કહેવાય. આપણે વધારે પૈસા નથી જોઈતા. પહેલા પ્રામાણિકતા અને પછી પૈસા. લાફો મારવો સહેલો છે, લાફો ખાવો અઘરો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52