Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 31
________________ -------- (૨૯) ૨૪.મારી આંખોમાં આદિનાથ આવજો રે પાલડીના નિલેશભાઈ પાલીતાણા મોટી ટુંકમાં જાત્રા કરવા ગયા. નાહીને ટુવાલ દોરી પર ભરાવતા હતા. પૂજાના કપડા પહેરેલા હતાં. અચાનક દોરીનો વાયર મોટું પાછળ ફેરવતાં એક આંખમાં વાગ્યો. માંસનો લોચો બહાર આવી ગયો. બધાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. જોડેવાળો યુવાન તથા સહુ કહેવા લાગ્યા કે હમણાં ને હમણાં ડોળી કરી નીચે પહોંચો અને હોસ્પિટલમાં લઈ જાવ. નિલેશભાઈ કહે કે હજી દાદાના દર્શન બાકી છે. પહેલા દર્શન કરીશ. પછી જ નીચે ઉતરીશ. બધાએ ઘણો આગ્રહ કર્યો પણ દાદા પર શ્રધ્ધા. કદાચ આંખો કાયમ માટે ચાલી ગઈ તો દાદાના દર્શન નહી મળે તો. લાવ પહેલાં પ્રભુ દર્શન કરી લઉં પછી આંખનું જે થવું હોય તે થશે. દાદાના દરબારમાં ખૂબ ભાવવિભોર બનીદર્શન ર્યા. આનંદિત થયા. નીચે ઉતરવા માંડ્યા. હોસ્પિટલમાં ડૉક્ટરે ઓપરેશન કર્યું. ડૉક્ટર કહે કે દાદાની કૃપાથી આંખોની કીકી બચી ગઈ છે. નીચે ખૂબ મોટો ઘા લાગ્યો છે. સમય જાય એટલે ખબર પડે. હાલમાં એ આંખ ઘણી સારી રીતે રીકવર થઈ ગઈ છે અઢી જેટલા નંબર છે. પરંતુ આંખે દેખાય છે. આવી પરિસ્થિતિમાં દાદા પર કેવી જોરદાર શ્રધ્ધા કે આંખની ચિંતા છોડી ને આંખ દેનારા દાદાની ચિંતા કરવી એ ખરેખર મહાઆશ્ચર્ય છે ! જીવનમાં આપત્તિઓ આવે ત્યારે દાદા પર શ્રધ્ધા રાખી દુઃખને વધાવી લેવું એ સમકતીનું લક્ષણ છે. તીર્થમાં બપોરે બાર વાગે પહોંચ્યા પછી પહેલાં પેટ પૂજા કે પ્રભુપૂજા ? ભજન કે ભોજન ? નક્કી કરો કે જીવનમાં હંમેશા પ્રથમ પરમાત્મા અને ( વાડી લેવી ગમે છે કે વાડકી આપવી ગમે છે? ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52