________________
(૩૦) ત્યારબાદ જ ખાવા પીવાનું. આપત્તિ આવે એમાં નવાઈ નથી પરંતુ આપત્તિમાં સમાધિ રાખવી એ મહાન છે.
૨૫. સંસારની મુડી વારસામાં અમદાવાદના એક સંઘની પેઢીમાં મુનિજી તરીકે વર્તમાનમાં કાર્ય કરી રહેલા દિનેશભાઈ. પેઢીમાં એકવાર એક શ્રાવક ચડાવાના રૂ. ૨૫,૦૦૦ ભરવા માટે આવ્યા. રૂ. ૨૫,૦૦૦/ની પહોંચ બનાવી હાથમાં આપી ત્યારે શ્રાવકને અચાનક ખ્યાલ આવ્યો કે ઉતાવળમાં ઘરેથી નીકળતા રકમ લાવવાની ભૂલી ગયો છું. મુનિમજીને શ્રાવકે કહ્યું કે હમણાં જ ઘરે જઈ રૂ. ૨૫,૦૦૦/આપવા આવું છું. હમણાં પહોંચ આપી રાખો. પરિચિત અને ભાવિક શ્રાવક. ઘરે ગયા પછી અચાનક કામ આવી જતાં સીધા કામે નીકળી ગયા. થોડા સમય પછી યાદ આવતાં ઘરે ફોન કરી દીકરાની વહુને રૂ. ૨૫,૦૦૦ પેઢીમાં મુનિમજીને પહોંચાડવા તાકીદ કરી. વહુ રૂા. ૨૫,૦૦૦/- લઈ મુનિમજીને આપી ઘરે પાછી આવી. હવે ધ્યાનથી વાંચો. | મુનિમજીએ ૧૦૦ના બે પેક બંડલ અને ૫૦નું એક પેક બંડલ સમજી રૂા. ૨૫,૦૦૦/- લીધેલા, પરંતુ થોડીક વાર પછી બંડલ ખોલતા ખ્યાલ આવ્યો કે ૧૦૦ના બંડલમાં નોટો ૧૦૦ને બદલે ૧૦૦૦ની છે. ૧૦૦૦ના બે બંડલ પ્રમાણે કુલ ૨ લાખ અને ૫૦ નું એક બંડલ પ્રમાણે ૫,૦૦૦/- થયા. ૨૫,૦૦૦/- ને બદલે બે લાખને પાંચ હજાર નીકળ્યા. એક લાખને ૮૦ હજાર વધારે નિકળતા તુરંત સભ્યોના રજિસ્ટરમાં ફોન નંબર જોઈ શ્રાવકને ફોન કર્યો કે હમણાં જ વધારાની રકમ પાછી લઈ જાવ! શ્રાવકને દીકરાની વહુની ભૂલ સમજાતા કહ્યું કે તમારી દાનત સારી છે
દીકરાની કદર કરશો તો એ તમારો આદર કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org