________________
(૨૮) ધરનારા ભાગ્યશાળીની ભાવના તો સમગ્ર લાકડીયા ગામને લખપતિ બનાવવાની છે. ધન્ય સાધર્મિક ભક્તિને !!
૨૩. અજેન બન્યા જેનરત્ના ડો.ઈકબાલભાઈ શેખ.(એમ.ડી. ઉંમર ૬૫ વર્ષ) જન્મથી મુસલમાન. હૃદયના પરિણામો ખૂબ સારા. કૃષ્ણનગર, નરોડા ચાતુર્માસની યુવા શિબિરો વખતે દીપ પ્રગટાવવા મહેમાન તરીકે તેમના મિત્ર ડૉ. કુરિયા તેમને આમંત્રણ આપી લાવેલા.
કુટુંબમાં પહેલેથી શ્રીમંતાઈ ઘણી. લગ્ન સમયે વિચાર્યું કે હું ધારીશ તો સારામાં સારી, શ્રીમંત કુટુંબની કન્યા મળશે. છતાં જેને પગનો પોલિયો લાગુ પડ્યો હતો તેવી સ્ત્રી સાથે લગ્ન કર્યા. આવી સ્ત્રીનો હાથ કોણ પકડે? મારે તેને સહાનુભૂતિ આપવી છે. તે સ્ત્રીના હૃદયમાં અપંગની લઘુતાગ્રંથિ ન રહે અને ઉત્સાહભેર જીવી શકે માટે અનેકોના વિરોધ વચ્ચે આવી સ્ત્રી સાથે લગ્ન કર્યા!
વી.એસ. હોસ્પિટલમાં અનેક દર્દીઓ આવે. ગરીબ દર્દીઓને જયારે રિપોર્ટ કરાવવાના થાય ત્યારે પોતાની લાગવગ લગાવી ઓછા પૈસામાં કરાવી આપે. ઘણીવાર તો પોતાના પગારમાંથી તેમને મદદ કરે ! પોતાની ફી ન લે. ડૉકટર થયા પછી શરીરના વાઢકાપની સાથે પૈસાની વાઢકાપ કરનારા વર્તમાનના હજારો ડોક્ટરો વચ્ચે એક આદર્શ છે.
જૈન શાસન પ્રત્યે ખૂબ અહોભાવ. પોતે અાઈ પણ કરેલી છે. મિત્ર ડૉક્ટરોમાંથી ઘણા જૈન છે. ડૉ. મહેન્દ્રભાઈ કે જેઓએ હમણાં થોડા વર્ષ પૂર્વે દીક્ષા લીધી તેઓની સાથે પણ ઘણો પરિચય.
દ્રવ્યથી મુસલમાન હોવા છતાં અન્ય પ્રત્યે કરૂણા અને મૈત્રી ભાવ દાખવનારા ભાવથી જૈન ડૉક્ટરને ખૂબ ધન્યવાદ!
માનવભવ ભવાઈ માટે નહિ, ભલાઈની મલાઈ માટે છે. તે
Jain Education International
for Personal Private use my
www.jainelibrary.org