Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 29
________________ (૨૭) અમદાવાદના એક શ્રીમંત જૈન પર્યુષણાદિમાં વર્ષો પૂર્વે રૂ.૧૦૦૦૦નો ચડાવો બોલ્યા. જુવાન ઉંમરના આ ભાઈને એમ કે થોડા દિવસોમાં પૈસા જમા કરાવી દઈશું. અચાનક હાર્ટએટેકમાં ગણતરીની પળોમાં ચાલ્યા ગયાં. બે ચાર મહિને પણ બોલીની રકમ ના ભરતાં સંઘવાળાએ શાંતિથી વાત તેમની પત્નીને કરી કે આ રકમની બોલી તમારા પતિ બોલ્યા હતાં. પત્નીએ ફટ દઈને જવાબ આપ્યો કે જે બોલ્યા હોય તેમની પાસેથી લેવાના. અમારે એમાં શું? કરોડોના માલિકને રૂા.૧૦૦૦૦ નું ધર્મનું દેવું કેટલા ભવ દુઃખી કરશે એ તો જ્ઞાનીઓ જાણે !! તમે જાગતા રહેજો!! ૨૧. રિસેપ્શનમાં જીવદયા જામનગરમાં એક શ્રાવકે લગ્ન પ્રસંગે મહેમાનોના પ્રવેશ દરવાજા પાસે એક સૂચના મોટા અક્ષરોમાં લખાવી. “કોઈપણ પ્રકારનો ચાંલ્લો લેવાનો નથી. તમારી ભાવના મુજબ બાજુમાં રહેલી જીવદયા પેટીમાં તમારા ધનનો સદ્વ્યય કરવા વિનંતી.” બાજુમાં જીવદયાની પેટી મૂકાવી. ધન્ય છે આવા જીવદયા પ્રેમીઓ ને ! વાચકોને ભલામણ કરીશ કે એકવાર તમારા ઘરનાં પ્રસંગે અબોલ પશુઓની દુવા લેવાનું ચૂકતા નહિ. એકવાર હિંમતપૂર્વક આવી સારી પરંપરા શરૂ કરશો તો અનેકો અનુકરણ કરશે. Do you like it? સાધર્મિક ભક્તિ કચ્છ, લાકડીયા ગામના પુણ્યશાળી ધનજીભાઈ ગાલાએ વર્તમાનના મંદીના માહોલમાં ૪00 કચ્છી કુટુંબોની ૧-૧ લાખ રૂપિયા આપીને ભક્તિ કરી. ૪00 લખપતિની ગામને ભેટ કઈ તિરાડો સાંધવી સહેલી? દિવાલની કે દિલની? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52