Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 27
________________ (૨૫) જાત્રા કરી રહ્યા છે. કોઈકને ૪૦ પૂરી થઈ ગઈ છે તો કોઈકને ૬૫ પૂરી થઈ છે. કલિકાલમાં હાજરાહજૂર પ્રગટપ્રભાવી એવા પાર્શ્વનાથ પ્રભુને કોટિ કોટિ વંદના. મુંબઈના એક યુવા ગ્રુપે આખા મુંબઈના બધા જ દેરાસરોના વારાફરતી દર્શન ચાલુ કર્યા છે. રજાના દિવસોમાં હોટલો, રિસોર્ટી છોડી પ્રભુદર્શન તથા પૂજા માટે દોડનારા ભક્તોની ભાવનાને અંતરની ઉર્મિથી વધાવશો ને? અનુમોદના ! અનુમોદના ! અનુમોદના વારંવાર ! ૨૦.ઈતની શક્તિ હમે દેના એમનું નામ શશીકાન્તભાઈ શાહ. શરીરે વિકલાંગ અને આર્થિક રીતે સામાન્ય. કોઈ વખતે અમદાવાદની આણંદજી કલ્યાણજીની પેઢીમાં પહોંચી ગયા તો ખબર પડી કે એમના પિતાજીના નામે દેવદ્રવ્ય આદિનું દેવું છે. કોઈની રાતી પાઈ પણ હરામની નહીં રાખવાના ઉમદા સ્વભાવવાળા શશીકાંતભાઈએ પોતાની આર્થિક સ્થિતિ એવી સદ્ધર ન હોવા છતાં રૂા.૧૦૦૨૦૦-૫૦૦ની રકમ પેઢીને ચૂકવવાનું શરૂ કર્યું. સ્નેહી-સંબંધીઓને આ વાતની ખબર પડી,એઓ કહે “દેવું ખૂબ જૂનું છે- પિતાજી તો હવે નથી - તમારી આર્થિક સ્થિતિ બરાબર નથી - દેવું તો મુદત બહાર થઈ ગયું છે. એ તમારે દેવાની શી જરૂર?” પરંતુ “દેવું તો કોઈનું માથે ન જ રખાય.” એમાં પણ આ તો ધર્મનું દેવું. એ તો રખાય જ નહી”. એવા સંસ્કારવાળા શશીકાંતભાઈને સંબંધીઓની આ વાત ગળે ઉતરે જ શાની. શશીકાંતભાઈ કહે “મારા પિતાજી અમુક પાર્ટી પાસે વર્ષો પહેલાં રૂ.૫૦૦૦ ના લેણદાર હતા. સમાચાર આવ્યા છે કે જો તમો - ઘરમાં રાજરાણી છે કે રાજકારણી? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52