________________
(૨૪) અડ્ડો જમાવીને બેઠા હોય છે. ૫૦OOO/- ના પગારદાર મજૂરો સવારના નવ વાગ્યાના ગયા બાદ રાત્રે ૧૦-૧૧ વાગે મજૂરી કરીને પાછા આવતા હોય છે. માત્ર પૈસાનું લક્ષ રાખનારાને જ્ઞાનીઓએ પૈસાદાર ભિખારી કહ્યાં છે. જાગતા રહેજો !! સંકલ્પ કરો કે ધનરૂપી લક્ષ્મીને બદલે જીવનમાં સમાધિરૂપી લક્ષ્મીની ચિંતા કરશું.
આ જ પુણ્યશાળીને પૂર્વકર્મના યોગે થોડા સમય પૂર્વે શરીરમાં ભયંકર બિમારી આવી, બેભાન થઈ ગયા. થોડા કલાકો પછી ભાનમાં આવ્યા. ડૉક્ટરે હાર્ટએટેક વિ.ની વાતો કરી, સગાસંબંધીઓ ખબર અંતર પૂછવા લાગ્યા. પરંતુ એ ભાગ્યશાલી પૂર્ણ સમાધિમાં. થવાનું હતું એ થઈ ગયું. થોડા દિવસમાં સ્વસ્થ થયા બાદ એ જ આરાધનાઓ યથાવત્ ચાલુ કરી દીધી! - ચાલો, આપણે પણ જીવનમાં સંતોષ રાજા અને સમાધિલક્ષ્મીની મુખ્યતા કરી માનવભવ સફળ બનાવી દઈએ.
૧૯. ૧૦૮ પાર્શ્વનાથ વંદના નરોડા, ગોડીજી પાર્શ્વનાથ પ્રભુની છત્રછાયામાં એક દિવસ રોકાવાનું થયું. કેટલાક ભાવિકો મુંબઈથી જાત્રા કરવા આવ્યા હતા. પૂછતા ખબર પડી કે તેઓ ૧૦૮ પાર્શ્વનાથની સાક્ષાત્ પૂજાજાત્રા કરવા નીકળ્યા છે. ચોપડીમાં ૧૦૮ પાર્શ્વનાથ દાદાના દર્શનથી આગળ વધી દરેક દાદાના સાક્ષાત્ દર્શન-પૂજા કરવાની, ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક આરાધના કરવાની.
વાસણા, ચંદ્રનગરની આસપાસના કેટલાક ભાવિકો અને યુવકો પણ આજ રીતે ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની જાત્રા કરી રહ્યા છે. કૃષ્ણનગરના ભૂતપૂર્વ ટ્રસ્ટી ગોવિંદભાઈ પણ સપરિવાર આવી
દેવાલયમાં રસ છે કે દેહાલયમાં?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org