Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 7
________________ ૨. સિધ્ધાચલ શિખરે દીવો રે મૂળ કચ્છ લાયજાના હાલમાં ગોરેગામ મુંબઈ નિવાસી . ટોકરશીભાઈ અને બચુબેને આદીશ્વર પ્રભુના ચરણોમાં જાણે જીવન સમર્પિત કર્યું છે. અનેક આરાધનાઓ ઉપરાંત શત્રુંજય ગિરિરાજની તેમની આરાધનાઓ વાંચો. (૧) છઠ્ઠના પારણે છઠ્ઠ કરી ૨૫ દિવસમાં ૯૯ યાત્રા કરી. - (૨) ૧૦૮ સળંગ અટ્ટમ કર્યા જેમાં દરેક અટ્ટમમાં ૧૫ યાત્રા કરી. (૩) વીસ સ્થાનક તપ દરમ્યાન ચારવાર ૯૯ યાત્રા કરી. (૪) વર્ષીતપમાં ૯૯ યાત્રા - ૧૧ વાર કરી. (૫) શત્રુંજય નદીમાં નહાવા સાથે ૩ ગાઉ કરવા પૂર્વક ૯ યાત્રા કરી. આ સિવાય પણ અનેક વિવિધતાસભર રીતે ૯૯ યાત્રા અત્યાર સુધીમાં કુલ ૨૨ થી પણ અધિક વાર કરી છે. આવા જ એક પરમ ભક્ત રાજુભાઈએ ૨૧ વાર ૯૯ યાત્રાનો સંકલ્પ કર્યો છે. હાલમાં ૧૭ કે ૧૮મી ચાલી રહી છે. ઉપર ચડતા જાય અને દિલના પુકારો ચાલો “સિધ્ધાચલ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો રે,” નામ પડી ગયું રાજુભાઈ અલબેલા. પ્રજ્ઞાચક્ષુ રમેશભાઈએ પત્ની સાથે ૯૯ જાત્રા કરી. જેમાં ચોવિહાર છઠ્ઠ કરી સાત જાત્રા પણ કરી. અમેરિકાના અરવિંદભાઈએ ૯૯ યાત્રા કરી જેમાં દરેક જિનબિંબો સમક્ષ નમુસ્કુર્ણ સૂત્રથી ભક્તિ કરી. ગિરિરાજના દરેક પગથિયે અષ્ટપ્રકારી પૂજા કરનારા ભાવિકો આત્માને ઉજ્જવળ બનાવી રહ્યા છે. સંતાન તમારા ક્રોધનું રીફલેક્ટર ન બને તે જોજો. Jain Educator international For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52