Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 14
________________ (૧૨) ૭. ઉવસગ્ગહરં સ્તોત્રનો પ્રભાવ લગભગ આજથી બારેક વર્ષ પૂર્વે થાણાના એક શ્રાવિકા બેનને કાનની નીચેના ભાગમાં મોટી ગાંઠ થઈ હતી. દુ:ખાવો અસહ્ય, મોઢું ફરે પણ નહીં. થૂંક પણ નીચે ઉતારે તો દુઃખે. તેથી મલાડમાં મોટા ડૉ. ને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશનનો ટાઈમ ત્રણ દિવસ પછીનો આપ્યો. તે પહેલાં બે ત્રણ ટેસ્ટ કરવાનાં કહ્યા. ઓપરેશનનાં નામ માત્રથી બેન ગભરાઈ ગયા. તરત દવાખાનેથી સીધા દેરાસર ગયા. પ્રભુને વંદન કરી નમન (પ્રક્ષાલ) હાથમાં લઈ ઉવસ્સગ્ગહરં સ્તોત્ર ત્રણ વાર ગણી નમન વાળો હાથ જ્યાં ગાંઠ થઈ હતી ત્યાં ફેરવ્યો. ત્રણ દિવસ સળંગ આવી રીતે કરી ત્રીજા દિવસે દેરાસરથી સીધા દવાખાને દાખલ થવા ગયા અને ડૉ. ને બતાવ્યું. બેનને દર્દમાં પણ ફાયદો થયો હતો, ગાંઠ પણ મામૂલી જેવી જ દેખાતી હતી. ડૉ. એ આજે ગાંઠના રીપોર્ટ કરાવ્યા અને રીપોર્ટ જોઈને કહ્યું કે બેન, કે રિપોર્ટ નોર્મલ છે. ને ગાંઠ પણ બેસી ગઈ છે ! ઓપરેશનની જરૂર નથી. તમે ઘરે જાઓ. બેન ખૂબ જ ખુશ થઈ ગયા. પૂર્વે આજ બેનને ડાબા હાથના કાંડામાં ગાંઠ થઈ હતી ને તે પણ આ જ રીતે મંત્રજાપથી દૂર થઈ હતી ! વર્તમાનમાં નવકાર + ઉવસગ્ગહરંનો ૨૭ કે ૪૧ વાર જાપ કરી એનું પાણી પીવાથી કે લગાવવાથી ઘણાને સારું થયાનું સાંભળેલ છે. ૮. જય હો અહિંસા ધર્મનો ! શાહ પ્રભાવતીબેન ચિનુભાઈ શાહ, હાલ ઉંમર-૮૮ વર્ષ, હાલ કાંદીવલી (વેસ્ટ) મુંબઈ ૨હે છે. ઈ.સ. ૨૦૦૧ની સાલમાં તેઓ બિમાર પડયા. બિમારી ભયંકર. ડૉક્ટર કહે, “૧૦૦ સંતાનને આપવાનો પ્રેમ અને સમય, પૈસામાં ન આંકશો. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52