Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 11
________________ બોલાવ્યા હતા. પરંતું બહારથી જે રસોઈ બનાવી લાવનાર હતો એ છેક સૂર્યાસ્તના ૧૫ મિનિટ પહેલા આવ્યો. નીરવે વિચાર્યું કે જો હવે જમવા બેસીશ તો સૂર્યાસ્ત થઈ જશે. ઘરે જઈ બે પવાલા પાણી પીધું અને ચોવિહારનું પચ્ચકખાણ કર્યું. પાછો ત્યાં ગયો. બધા કહે “ચાલ નીરવ, રસોઈ તૈયાર થઈ ગઈ, તારે ચોવિહાર નથી કરવાનો?” નીરવ કહે કે મારે ચોવિહાર થઈ ગયો. કેટલાક કહે કે જો હજી તો અજવાળું છે. આપણે હાથે કરીને થોડું મોડું કર્યું છે? ચાલ, ખાઈ લે. પણ નીરવે મક્કમતાપૂર્વક ન જ ખાધું, બી.ઈ. ઈલેક્ટ્રોનીક્સ ડીસ્ટીંક્શન સાથે પાસ થનાર નીરવે ધર્મમાં આગળ વધતાં દીક્ષા લીધી. શું આપણે પણ આ યુવાનની જેમ દઢતાપૂર્વક ચોવિહારાદિ આરાધના કરીશું ને ? ૪. યુગલોનાં આજીવન બ્રહાચર્ય વ્રત અનંત સિદ્ધોનું સ્થાન શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ૧૪ દેરાસરોના શિખરો ઉપર ૧૪ સુવર્ણકળશોની સ્થાપના-પ્રતિષ્ઠા કરવાની હતી. આ કળશોની પ્રતિષ્ઠા રૂપિયાની બોલીથી નહીં પણ જે યુવાન યુગલો આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરે તેમના હાથે કરવાનું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નક્કી કર્યું !! જાહેરાત થઈ. ૧૪ યુવાન યુગલોને બદલે ૨૨ યુવાન યુગલોએ ચૈત્ર સુદ પૂનમને દિવસે અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં આજીવન બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કરી પ્રતિષ્ઠા કરી!! આમાંના ૨૪ વર્ષીય મુંબઈના એક યુવાન યુગલના લગ્ન ૨ મહિના પહેલા થયા હતા. હવે તેઓ આજીવન ભાઈ-બહેનની જેમ રહેશે!તેમના આ મહાન ત્યાગને લાખ લાખ ધન્યવાદ. બ્રહ્મચર્યવ્રત માટે શાસ્ત્રો કહે છે કે – “એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો.” પ્રભુ ફરમાવે છે કે એક જ વાર મૈથુનસેવનથી સંતાનના સુસંસ્કારની માવજત કરે તે માવતર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52