Book Title: Jain Adarsh Prasango Part 09 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 9
________________ (૭) અનંત સિધ્ધની ભૂમિ સિધ્ધાચલ ને ક્રોડો પ્રણામ અને તેની ભક્તિ કરનારા ભાવિક ભક્તોની ભાવનાની ભુરી ભુરી અનુમોદના! વર્તમાનમાં ચોવિહારો છઠ્ઠ કરી સાત જાત્રા કરનારા અનેક ભાવિકોને એક વૃદ્ધ કાકા નો ચમત્કાર અનુભવાયો છે તેમ સાંભળ્યું છે. ખૂબ થાક લાગે, જાત્રા બાકી હોય, કાકા આવે, ટેકો આપે, ઉપર પહોંચાડે અને જ્યાં પાછળ જુવો કે કાકા ગાયબ! કોણ હશે એ કાકા? ચોવિહારો છઠ્ય કરી સાત જાત્રા કરી ત્રીજે ભવે મોક્ષનું રીઝર્વેશન કરાવી લેનારા અનેક ભાવિકોને તો ધન્યવાદ. સાથે તેમની વૈયાવચ્ચ કરનારા ભાવિકોને પણ ધન્યવાદ !! હાર્લમાં છઠ્ઠા વર્ષે પણ ઉનાળાના વેકેશનમાં મીની આરાધકોની ૯૯ યાત્રા સેંકડોની સંખ્યામાં ચાલુ હતી અને ચાલુ છે. છેલ્લા વર્ષોમાં ગિરિરાજની યાત્રાની રેકોર્ડબ્રેક આરાધનાઓની તેજી કુદકે ને ભુસકે આગળ વધી રહી છે. આગે-આગે દેખતે જાવ અભી તો બહુત રેકોર્ડ બ્રેક હોનેવાલે હૈ !! આ બધી વેરાયટીમાંથી તમને કઈ વેરાયટી લેવાની ઇચ્છા જાગી છે જરા કહેજો હોં !! ૩. એન્જીનીયરની ધર્મદઢતા અઢાર વર્ષનો એ યુવાન. નામ હતું એનું નીરવ, બારમા ધોરણમાં ખૂબ સારા માર્કે પાસ થઈને ઈલેક્ટ્રોનીક્સ એન્જીનીયરીંગમાં ભણતો હતો. પર્યુષણના દિવસોમાં અઠ્ઠાઈ કરવાની ભાવના જાગી. કેટલાકે કહ્યું કે થોડા દિવસ પહેલાં તને ઝેરી મેલરિયા થયો હતો અને હજી તો બહુ સારું થયું નથી અને તું અઠ્ઠાઈની વાત કરે છે. પરંતુ યુવાનની ભાવના જોરદાર. ભાવથી અઠ્ઠાઈ કરી. અઠ્ઠાઈ દરમ્યાન ઘણા ધર્મી શાતા પૂછવા આવે ત્યારે દીકરાને લાડથી લોર્ડ ન બનાવતા. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52