Book Title: Harit Samhita
Author(s): Aatrey Muni
Publisher: Jayram Raghunath

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદ્યાત. છે તથા જે તેમની પાસે કોઈ ઔષધ તૈયાર હેય છે તે તે લાગુ કરવાને પણ અનુકળ પડે છે. વૈવકના ગ્રંથ વાંચવાથી આવા આવા બીજા અનેક ફાયદો છે જે ગણાવવાની અત્રે અમે જરૂર જોતા નથી તથાપિ એટલું તે કહેવું જ જોઈએ કે સુષ્ટિની ઉત્પત્તિથી તે આખરસુધી વૈવવિદ્યા સદાકાળ ઉપયોગી છે. વૈદ્યક જાણનાર ગમે તે સ્થળમાં જાય તે ત્યાં પણ તેને ખપ છે. એક વિદ્વાન કહે છે કે, कस्यदोषःकुलेनास्ति, व्याधिनाकेनपीडिताः। व्यसनंकेन न प्राप्तं, कस्य सौख्यंनिरंतरम् ॥ અર્થ –કના કુળમાં દોષ નથી? વ્યાધિવડે કોણ પીડિત નથી ? દુઃખ કોને નથી પડયું? અને કોનું સુખ સદાકાળ એક સરખું ટકી રહ્યું છે? બધાના જવાબમાં નકારજ આવશે. એમ છે ત્યારે આપણે જાણવું કે કોઈ માણસ કોઈ ને કોઈ પણ વ્યાધિના ઉપાધિમાં તે ખરજ, અને “રેગીને મિત્ર કેણી—વિદ્ય” એ ન્યાયથી વૈદ્યવિદ્યાને માહીતગાર ગમે ત્યાં મિત્રતા પ્રાપ્ત કરી શકે છે. સામાન્ય લેકોના કરતાં વૈદ્યોને વૈધકના ગ્રંથે ઘણા ઉપયોગી છે એ તે નિર્વિવાદ છે તથાપિ અમારું કહેવું એમ છે કે આ કાળમાં વિદ્યોને વિદ્યકનાં ભાષાંતરના ગ્રંથો ઘણા ઉપયોગી છે, હમણુ વૈધ નામધારી પનુષ્યમાંથી સંસ્કૃત ભાષા જાણનારા ઘણા થોડા પુરુષો છે, ઘણું જણે તે 'ભગતમાં પણ માથું માર્યું નથી હોતું. પણ “જે ન મગાય ભીખ, તો વૈદું શીખ” એમ કેટલાક તે માત્ર સારા રોજગારના અભાવેજ વૈધ થયેલા હોય છે. જેઓ પેઢી દરપેઢીના વૈદ્ય હોય છે તે પણ સારું શીખેલા હોતા નથી. કિં બહુના! ન શીખેલાઓમાં પણ શીખ્યા પુરતું જ સમજવાની શક્તિવાળા ઘણાક હેય છે. એમ વૈધકના ધંધાની સ્થિતિ છે, તે વખતે તે ધંધો કરનારના હાથમાં જે વૈધકના પ્રાચીન ગ્રંથનાં ભાષાંતર મૂકવામાં આવે તો અવશ્ય તેઓ પોતાના જ્ઞાનમાં વધારે કરી પિતાને ધંધો સારી રીતે કરવાને શક્તિમાન થાય. કેટલાક એમ માને છે કે એવા અભણ વૈદ્યોને વૈધકને ધંધો કરતાં અટકાવવાને કાયદો કરાવે, પણ આ તેમનું માનવું ભૂલ ભરેલું છે. કેમકે કઈ માણસે વૈધકનો ધ કર્યો છે કે નહિ, એની મર્યાદા ઠરાવવાનું કામ બહુ મુશ્કેલ છે. પિતાના છોકરાને ચેક આવવાથી અજમો ફકાવનારી માતાએ, અથવા છોકરાને તાવ આવવાથી કિવનન કે કરિયાતું આપનાર પિતાએ, અથવા મિત્રનું માથું દુખવાથી આમોનિયા સુંધાડનાર કે તાંદળજાનાં મૂળ માથે બંધાવનાર મિત્રોએ વૈધકનો બંધ કર્યો કહેવાશે? ટુંકામાં આ સંબંધી કાંઈ નિબંધ કરવામાં આવે, તથાપિ સામાન્ય વૈદ્યકશાનને ઉપયોગ તેથી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 890