Book Title: Harit Samhita
Author(s): Aatrey Muni
Publisher: Jayram Raghunath

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપોદુધાત, માણસના શરીરની રચના અને તેની આ જગતમાં સ્થિતિ ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે, કોઈ પણ કાળ એવો ન હોત કે તેમાં મનુષ્યના શરીરની સ્વાભાવિક સ્થિતિમાં ફેરફાર થયા છતાં તેને ઉપચાર કરવામાં નહિ આવતું હોય. ઘણું જૂના કાળથી આર્ય લોકોમાં વૈવિધા અથવા આયુર્વેદ જાણીતું છે એ વાતને ઘણું પ્રમાણ છે; આર્યોના સૌથી પ્રાચીન ગણાતા વેદમાં વૈવિધાને લગતા ઉલ્લેખ હામ ઠામ કરેલા જોવામાં આવે છે, તેમાં સેંકડો વનસ્પતિઓનાં નામ અને ઉપગ કહેવામાં આવ્યા છે તેમાં વૈવોનાં નામ અને તે સંબંધી અમુક અમુક શેધ કરનારનાં નામ તથા સ્તવન આપવામાં આવેલાં છે; તેમાં શરીરને લગતું વર્ણન તથા શરીરના અવયનું વર્ણન આપવામાં આવેલું છે; અને છેવટે વૈદવિધા જ્યારે પૂર્ણ દશાને પહોંચી ત્યારે આયુર્વેદ એ વેદના એક અંગરૂપ જૂ પણ લખાય છે. - પશુ પક્ષીઓ પણ પિતાના શરીરમાં થયેલા અમુક વ્યાધિઓનું નિદાન જાણ્યા વગર કે સંપ્રાપ્તિ સમજ્યા વગર તેની ચિકિત્સા કરે છે એમ ઘણી વાર જાણવામાં આવ્યું છે. એ તેમની ચિકિત્સા એટલી સ્વાભાવિક છે કે તેને વૈદવિધા કે ચિકિત્સાનું નામ આપણે આપતા નથી, પણ તેજ સ્વભાવને અનુસરીને મનુષ્યો જ્યારે ચિકિત્સાના નિયમ કરાવે છે ત્યારે આપણે તેને વધવિધા કહિયે છિયે. મનુષ્યની પ્રવૃત્તિ એ વિવાના શેધ તરફ કેવી રીતે થઈ તેનું સવિસ્તર વર્ણન એક જૂદા નિધીથીજ થઈ શકે, તથાપિ આર્યાવર્તમાં વસનાર આર્યોને તેને શોધ કરવાને ઘણી અનુકૂળતાઓ હતી એ તે સર્વ કોઈના સમજ્યામાં ઝા આવે એવી છે. વેદમાં પશુઓના યજ્ઞ કરવાની વિધિ કહેવામાં આવ્યા છે તથા તે પશુઓને કેમ કાપવાં કેમ ચીરવાં એ તેમને તે કારણથી વિદિતજ હેવું જોઈએ. આ પ્રસંગથી તેમને પ્રાણીના અંગના જૂદા જૂદા આંતર અવયવો તથા તેને ઉપયોગ જાણવામાં આવેલ હવે જોઈએ એટલું જ નહિ, પરંતુ અંગને છેદ ભેદ કરવાને શસ્ત્રો કેવાં જોઈએ તેની બનાવટ પણ સૂઝેલી દેવી જોઈએ. આર્યાવત જૂદા જૂદા પ્રકારની એટલી બધી વનસ્પતિથી ભરપૂર છે કે આર્યો જેવા તીણ નિરીક્ષા કરનારની દૃષ્ટિ તેમના ગુણદોષ તપાસવા તરફ સહજ રાય એ બનવા જેવું છે. જે જે વિષય જેના જેના જાણવામાં આવ્યા તે વિષય તે પિતાના શિષ્યોને કહેતો ગયો અને એને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 890