Book Title: Gyandhara 17 18 Ane Jain Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 7
________________ 80 . કેશાંચન અને જૈન ધર્મ છે વિચાર કરો... દુઃખ આવીઆવીને કેટલું આવે ? ટકીટકીને કેટલું ટકે? લોચ સમયે વાળ ખેંચાય... ખેંચાયખેંચાયને કેટલા ખેંચાય ? બહુબહુ તો ટશિયા ફૂટે અને વધીવધીને લોહી નીકળે, એનાથી વધારે શું થાય ? સાધુ તો શૂરવીર યોદ્ધા હોય અને યોદ્ધા ક્યારેય કાયર ન હોય. યાદ રાખવાનું... અંતે તો હું આ દેહથી જુદો જ છું. જે જુદું છે તે જુદું પડવાનું જ છે, માટે મારેનથી વધારે દુઃખી થવાનું કે નથી કોઈ ચિંતા કરવાની ! સાધુજીવનનો પહેલો લોચ એ તો પહેલી આત્મલકમીની પધરામણી કહેવાય. લોચ સમયે ઉત્કૃષ્ટ ભાવો સાથે ભાવના ભાવવી જોઈએ કે, ‘લોચ તો મારી લૉટરી છે, જે મને આજે પહેલી વાર લાગી છે'. જગતના અનંતા જીવોને જે લૉટરી નથી લાગી તે લૉટરી આજે મને લાગી છે. સંસારની લૉટરી તો લાખ, દસ લાખ કે કરોડની હોય, જ્યારે સાધુનો એક વાળ, એક લટ ખેંચાય એટલે પહેલું દેવલોક, બીજી લટ ખેંચાય અને બીજું દેવલોક, ત્રીજી લટ ખેંચાય અને ત્રીજું દેવલોક એમ એક પછી એક આત્માની ઉચ્ચ અને ઉચ્ચતમ દશાને પ્રાપ્ત કરતાં કરતાં એક દિવસ સિદ્ધશિલાને પ્રાપ્ત કરી શકીએ, એવી લૉટરી છે લોચ !! આવી ઉત્તમ લૉટરીનું ઈનામ લેવા હું માત્ર તૈયાર જ નહીં, તત્પર ... અનંતા જીવે મારો નંબર લાગ્યો છે એનો આનંદ અપરંપાર છે, આવી ચિત્તપ્રસન્ન ભાવના કેશલુચનને શ્રેષ્ઠ સાધના બનાવે છે. દુઃખને જે આમંત્રણ આપી શકે તેને ભગવાન પણ ક્યારેય દુઃખી ન કરી શકે. લોચ એ તો અનુભવની અનેરી પળ હોય છે. લોચ એ તો સંયમજીવનની શ્રેષ્ઠ ક્ષણ હોય છે. માટે જ લોચ સમયે ભય નહીં, ભાવના હોવી જોઈએ. (ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ના કૃપાપાત્ર પૂ. ગુરુદેવ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજે અનેક પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમનાં ચિંતનસભર પ્રવચનો કેટલીક ચૅનલો પર નિયમિત ટેલિકાસ્ટ થાય છે. પૂજ્યશ્રી પ્રેરિત Look-n-Lear અને અઈમ્ યુવા સેવા ગ્રુપ દેશ-વિદેશમાં વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરી રહેલ છે). ભાવના-અનપેક્ષા ચિંતન અને જૈન ધર્મ - પૂ. ડૉ. ચિંતનમુનિ મહારાજ સાહેબ માણસ જીવે છે ભાવનાથી ! આરાધે છે ભાવનાઓને! ઉપાસે છે ભાવનાઓના ભાવ ! આત્મતત્ત્વની ઓળખ માટે પસાર થાય છે ભાવનાના પથ પરથી ! જીવન એટલે જ વિકાસ. સામાન્ય માનવી બાહ્ય વિકાસમાં ડૂબેલો રહે. સાધક આંતરિક વિકાસમાં પ્રગતિ કરે. આવા આંતરિક વિકાસની પ્રગતિ માટે વ્યક્તિએ આત્મતત્વની ઓળખ મેળવવી પડે છે. આ આત્મતત્ત્વની ઓળખ એ જ આત્મકલ્યાણનો આધાર છે. જૈન દર્શનની મળતી બાર ભાવનાઓ એ એક પછી એક એવાં સોપાન દર્શાવે છે કે જેના પર આરોહણ કરીને વ્યક્તિ પોતાનું કલ્યાણ સાધે છે. માણસનું મન એને સદા ભ્રમિત કરતું રહે છે અને મન સદ્ધાર્ગે જવાને બદલે ક્યારેક કુમાર્ગે આકર્ષાતું હોય છે. આવા મનમાં રહેલી મલિનાને દૂર કરવાનું અમોઘ ઔષધ છે ભાવના. આ ભાવનાઓ માનવીને એના લક્ષસ્થાનનો ખયાલ આપે છે. જેમ ગુણસ્થાનના ક્રમને જોઈએ અને અંતિમ લક્ષની ઝાંખી થાય, એ જ રીતે આ ભાવનાઓ દ્વારા મનને નિર્મળ કરીને આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ થાય છે. આ ભાવના વિશે વિચારણા કરતાં શતાવધાની, ભારતભૂષણ પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજે ભવ્ય જીવોના ભવભ્રમણનો નાશ કરનાર ‘ભાવના શતક' ગ્રંથના વિષયનું સુંદર નિરૂપણ કર્યું છે. ‘ભાવના શતક' ગ્રંથના પ્રારંભે માનવજીવનના ઉત્થાનના પથનો શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી મહારાજ આલેખ આપે છે. એનો પ્રારંભ પહેલી અનિત્ય ભાવનાથી કરે છે. શાશ્વતને ઓળખવું હોય તો પહેલાં ક્ષણભંગુરને જાણવું પડે, શિખરે પહોંચવું હોય તો તળેટીની ઓળખ મેળવવી પડે, એ જ રીતે નિત્યને જાણવા માટે અનિત્યની જાણકારી જરૂરી છે. અનિત્યના ત્યાગ પછી જ નિત્યનો સ્વીકાર થઈ શકે. આ અનિત્યમાં પણ સૌથી વધારે ચંચળ, માયાવી અને અનિત્ય બાબત કઈ ? અહીં

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 117