Book Title: Gyandhara Author(s): Gunvant Barvalia Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre View full book textPage 5
________________ SOCTO( જ્ઞાનધારા) 0. 00 પુરોવયન = @૭૭ વીતરાગ પ્રભુએ પ્રકટાવેલ મોક્ષમાર્ગ અનંતકાળથી અનંતા જીવને | ઉચ્ચ અને સિદ્ધગતિમાં જવામાં ઉત્તમ નિમિત્ત બની રહ્યો છે. તીર્થંકર પ્રભુઓએ સ્થાપેલ ચતુર્વિધ સંઘની રચના દ્વારા તે ચીરકાળથી વહેતો રહ્યો છે. સાધુ-સાધ્વીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ આ વહેણના બે કાંઠા છે. માર્ગ શ્રમણ સંઘ દ્વારા દીક્ષિત અને શિક્ષિત છે અને શ્રાવક સમાજ દ્વારા રક્ષિત છે. ક્ષેત્ર અને કાળ આધીન દરેક ચીજમાં બદલાવ આવતો રહે છે, પરંતુ વીતરાગ પ્રભુઓમાં વારસાના સ્થાયી અને મૂલ્યવાન અંશોને કોઈ પણ રીતે આંચ ન આવે એવી રીતે બદલતા જમાનામાં ટકાવી રાખવા એ સમગ્ર સમાજનું કર્તવ્ય છે. સમગ્ર સમાજના હિતચિંતકો, વિદ્વજનો, શ્રેષ્ઠીઓ સમયાંતરે સંગતિ કરે, સાંપ્રત સમયની સમસ્યાઓ સમજે, પૃથક્કરણ કરે અને તેના સમ્યમ્ સમાધાનની વિચારણા કરે તે બહુ જ અગત્યનું છે. ભૌતિક વિજ્ઞાન અને કોમ્યુટર ટેકનોલોજીના આ યુગમાં તો તે અતિઆવશ્યક છે. શ્રી સર્વમંગલ આશ્રમ, શ્રી પ્રાણગુર લિટરરી ટ્રસ્ટ અને શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંયુક્ત રીતે આવી એક સંગતિના જ્ઞાનસત્ર માટે નિમિત્ત બની રહ્યાં છે અને સમગ્ર સમાજના પ્રખર વિદ્વાનો અને શ્રેષ્ઠીઓ અહીં સાગોડિયા ખાતે મોટી સંખ્યામાં હાજર રહી અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે તે અમારા માટે અતિઆનંદની વાત છે. આ યજ્ઞ માટે વિદ્વાનોએ અતિપરિશ્રમથી તૈયાર કરીને રજૂ કરેલા અભ્યાસપૂર્ણ શોધનિબંધોનો ગ્રંથ સમગ્ર સમાજનાં હિતચિંતકોને ખૂબ જ ઉપયોગી થશે તેવી શ્રદ્ધા છે. ભવિષ્યમાં આવા જ્ઞાનસત્રની / સંગતિની પ્રવૃત્તિ વધુ ને વધુ વિસ્તરે, સમગ્ર સમાજના સહિયારા પ્રયાસથી. વીતરાગ માર્ગ અનંતકાળ સુધી રક્ષિત રહે તેવી મંગલકામના. લિ. જગદીશભાઈ વોરા સર્વમંગલ આશ્રમના ટ્રસ્ટી મંડળ વતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 284