________________
રા. જે. દિન
પાશ્ચાત્ય ચાલુકય રાજાઓ
કીર્તિવમાં
પુલકેશી વલભ
વિક્રમાદિત્ય
ત્યાશ્રય વલભ
જયસિંહવામન
ધરાશ્રય
વિનયદિત્ય
સત્યાશ્રય પૃથિવીવલ
શ્રાશ્રય શીલાદિત્ય ચે. સં. ૪૨૧,૪૪૩
મંગલરાજ પુલકેશીરાજ નાગવર્ધન વિનયાદિત્ય અવનિજનાશ્રય ત્રિભુવનાશ્રય યુદ્ધમલ • ચે. સે. ૪૯૦ જયાશ્રય શ. સં. ૬૫૩
ગુજરવંશી આ વંશનાં કુલ બાર દાનપત્ર નં. ૧૦૮-૧૧૯ આજ પર્યત ઉપલબ્ધ થએલાં આમાં સંગ્રહીત કરવામાં આવેલ છે. તે બધીમાં (નં. ૧૧૪, ૧૧૫, ૧૧૬ સિવાય) ચેદી અગર કલચુરી સંવત્સરનો ઉપયોગ થશે છે. નં. ૧૧૪ થી ૧૧૬ માં અનુક્રમે શ. સં. ૪૦૦, ૪૧૫ અને ૪૧૭ લેખમાં સ્પષ્ટ રીતે અક્ષરમાં લખેલ છે તેથી શંકાનું સ્થાન નથી છતાં તે ત્રણે બનાવટી સિદ્ધ થયાં છે તેથી વંશવૃક્ષમાં બંધ બેસે નહીં એ સ્વાભાવિક છે. આ રાજાઓનું રાજધાનીનું શહેર ભરૂચ હતું અને દાન આપવાનાં સ્થળો પિકી નાંદિપુરી (નાંદોદ) અકુરેશ્વર (અંકલેશ્વર ) શિરીષ પદ્રક (સીસોદ્રા) અને સંગમ (સંખે) તેની આસપાસ અત્યારે પણ જાણીતા છે. દૂતક તરીકે કામ કરનારનો ઈદ્રકાબ ભોગિક (ઠાકોર) આ દાનપત્રમાં વપરાએલ છે. દાન વિભાગમાં સેદ્ર, સોપરિક ઇત્યાદિ વિશેષણો ઉપરાંત તશીય, સારા અને સાહિત્યવિષ્ટિકાતિમવિપરિઢીના એ ત્રણ નવી આમાં મળી આવે છે.
દ૬ અને જયભટ જ નામ આ વંશના રાજાઓને મળેલાં હેવાથી ઉત્તરોત્તર બે દ૬ અને ત્રણ જયભટ લેખોમાં વંશવર્ણન પ્રસંગે આવે છે તેથી ઘણે ગુચવાડો ઉભો થાય છે. સુભાગ્યે જયભટ ૧ લાને વીતરાગ દ૬ ૨ જાને પ્રશાન્તરાય અને જયભટ ૨ જાને ધરાધર એવાં બિ તેથી તે બધાને અલગ પાડવાનું સુલભ થાય છે. નં. ૧૧૭ સં. ૪૫૬ ના દાનપત્રને તથા નં. ૧૧૮ સં. ૪૮૬ ના દાનપત્રને જયભટ ત્રીજન આજ પર્યત મનાયાં છે પણ નં. ૧૧૯ સં. ૪૮૬ ના નવા મળેલા દાનપત્ર ઉપરથી હવે ખાતરીપૂર્વક કહી શકાય છે કે નં. ૧૧૭ ના જયભટ અને નં. ૧૧૮ ના જયભટ વચ્ચે એક રાજ ગાદીએ આવ્યો હતો તેથી નં. ૧૧૭ ને જયભટ ૨ જનું અને નં. ૧૧૮ ને જયભટ ત્રીજાનું દાનપત્ર માનવું જોઇએ. સં. ૪૫૬ અને ૪૮૬ નાં બન્ને એક જ રાજાના માનવામાં જે ત્રીસ વર્ષના ગાળાને લીધે ખટક રહેતી હતી તે પણ દૂર થઇ છે. નં. ૧૧૯ માં ૫. ૧૫ મી જયભટ બીજાના વર્ણન પછી ૫. ૨૧ માં પરમ માહેશ્વર, સમધિગત પંચ મહાશબ્દઃ મહા સામત્તાધિપતિ શ્રીમદ્દ અનિરોલનું નામ પહેલી જ વાર આપણને પ્રાપ્ત થાય છે. તેના પુત્ર તરીકે પં. ૩૩ માં વર્ણવેલ જયભટ જાએ આ દાન આપ્યું છે. આ દાનપત્ર પ્રિન્સ એક વેસ મ્યુઝિયમ મુંબઈમાં છે અને તે હું એ. . વૉ. ૨૩ પા. ૧૪૭ મે પ્રસિદ્ધ કર્યું છે. ત્યાં તેને જયભટ ૩ જાના દાનપત્ર તરીકે જ વર્ણવ્યું છે તે યથાર્થ છે. ન. ૧૧૮ અને ૧૧૯ બનેના દાન આપનાર જયભટનું વર્ણન તદ્દન એક સરખું એક જ શબ્દમ છે તેથી તે બને જયભટ ૩ જાનાં જ માનવાં જોઈએ. આ વંશનું નવું સુધારેલું વશરાક્ષ ની આપેલું છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com