________________
प्रा. ऐ. विवेचन ગમવરી-સેરઠમાં ગિરિનગર હાલના જૂનાગઢની પૂર્વમાં આવેલા જે મેટા ખડક ઉપર અશોકનાં ચૌદ શાને તથા રૂદ્રદામનના સુદર્શન તળાવ સંબંધી લેખો કોતરેલા મળ્યા છે, તે જ ખડક ઉપર ત્રીજી બાજુએ આ લેખ પણ કોતરેલો છે. લિપિશાસ્ત્રના અભ્યાસીને અશોકથી આરંભી ગમ કાળ સુધીની એટલે કે ઇ. સ. પુર્વ ત્રીજી શતાબ્દીથી ઇ. સ.ની પાંચમી શતાબ્દી સુધીની લિપિ એક જ સ્થળે અસલ પથ્થર ઉપરથી વાંચવાની અહીં અલોકિક સગવડ છે. સુદર્શન તળાવને બંધ જે તુટી જવાથી રૂદ્રદામન ક્ષત્રપના સમયમાં તેના અમાત્ય સુવિશાખે ફરી બાંધેલો તે બીજી વત અતિવૃષ્ટિને કારણે તટી જવાથી સે હાથ લાંબો સાઠ હાથ પહોળો અને સાત માથડ ઉંચે બંધ સ્કન્દગતના સોરઠના સુબા પણદત્ત અઢળક નાણું ખરચીને બંધાવ્યાનું વર્ણન આ લેખમાં છે. છેવટના ભાગમાં ચાપાલિતે ચકભત નામનું વિષ્ણુનું મંદિર ઈ. સ. ૪૫૭ માં બંધાવ્યાને ઉલેખ આ જ લેખના અનુસંધાનમાં છે. વૈષ્ણવ ધર્મનું પ્રાબ૯ય છે. ઇ. ની પાંચમી શતાબ્દીથી ગુજરાતમાં હોવાનું આ લેખથી પુરવાર થાય છે.
વલલીવશીગુપ્ત સામ્રાજ્યના સેનાપતિ ભટાક જે સોરઠમાં વલભીપુર (વળ)માં રાજ્ય કરતો હતો તેના જ વંશજ ઉત્તરોત્તર પંદર રાજાઓએ જુદે જુદે સ્થળે અને પ્રસંગે ગુ. સં. ૧૮૩ થી ૪૪૭ (ઈ. સ. ૫૦૨૭૬૬) સુધીમાં આપેલાં પંચાણું દાનપત્રોને સંગ્રહ પહેલા ગ્રંથમાં કરવામાં આવ્યા છે. માત્ર ટૂંકા વર્ણનરૂપ પ્રથમ ઉપલબ્ધ થએલા અને દાખલ કરેલા કેટલાક આગળ ઉપર ત્રીજા ગ્રંથમાં વિસ્તારપૂર્વક ફરીથી છાપવામાં અાવેલ છે. આ દાનપત્રોમાંથી અઢાર દાન બૌદ્ધ ધર્મનુયાયી વિહાર અગર મઠના નિભાવ તેમ જ ફરતા ફરતા આવતા ભિક્ષુસંધના નિર્વાહ માટે આપવામાં આવેલ છે. બે લેખો શાકત દેવીઓનાં મંદિરના નિભાવ માટે માપેલ છે જ્યારે બાકીના વ્યક્તિગત બાહ્મણને બલિચરૂ વૈશ્વદેવાદિ પંય મહાય કરવામાં મદદ તરીકે અમુક ગામ અગર જમીનના રૂપમાં આપવામાં આવેલ છે. આ બધાં દાનપત્રોની રચના અને લખાવટ એકસરખી હોવાથી તુટક અને ઘસાઈ ગએલાં પતરાને પણ વાંચતાં અને બંધ બેસારતાં મુશ્કેલી નડતી નથી. પ્રત્યેક દાનપત્રની વિશિષ્ટતા દાતા, તેનો સમય, દાન લેનાર, દાનમાં અપાએલી ભૂમિ અને લેખક તથા દૂતકનાં નામ વર્ણવતા વિભાગમાં જ માલુમ પડે છે. વલભી રાજાઓને બોધમર તરફ પક્ષપાત અને વલણ હોવા છતાં બૌદ્ધતર મતાનુયાયીઓને પણ મોટી સંખ્યામાં દાન અપાએલ છે. તે બતાવી આપે છે કે તે સમયે જુદા જુદા ધર્મ અને પથા વચ્ચે સહિષ્ણુતા ઘણી હોવી જોઈએ. અશોકન ધર્મશાન પણ આ બાબત સારો બોધ આપે છે.
વંશવન વિભાગમાં જેમ જેમ ઉત્તરોતર આગળના રાજાઓને સમય આવે ત્યારે લંબાણ થઈ જવાથી અગર દાન ઘડનારને અમુક રાજા પ્રત્યે પક્ષપાત હોવાથી વચમાંના કેટલાક રાજઓનાં વર્ણન સદંતર કાઢી નાખે છે અગર ટુંકાવી નાખે છે. માથી વંશવૃક્ષ તૈયાર કરતી વખતે અનેક તર્ક વિતર્કને સ્થાન મળે છે અને રાજાએ રાજ્ય કર્યું જ નહોતું' અગર તેને રાજ્યાને આવ્યાની સાથે જ પદભ્રષ્ટ કર્યો હશે ઇત્યાદિ શંકા થવા મડિ છે. આ પરિસ્થિતિને લીધે અત્યાર સુધી લગભગ બધા વંશમાં અમુક રાજાઓનું સ્થાન અને સગપણ નિત થઈ શક્યાં નથી. હે અગાઉ કહ્યું છે તેમ એક જ નામના એક કરતાં વધારે રાજાઓ હોવાથી આ ગુચવાડામાં વિશેષ ઉમેરો થાય છે.
કમનસીબે આ વંશના કહેવાતા સિક્કાઓ બહુ જ જુજ મળે છે અને જેટલી જુદીજુદી જતના મળી શકયા તે બધા વાંચી તે ઉપરથી તેના ઉપર લેખ નક્કી કરવાનો એક વધુ પ્રયાસ મહેં રેલ છે જે જનલ એશિયાટિક સોસાઇટી મામ બેંગાલ મિસ્નેટીક સપ્લીમેન્ટ સિલ્વર જયમાલી નંબર ૪૦ પા. ૯૯ મે છપાએલ છે. તે લેખ લખવા પહેલાં સેન્ટ ઝેવિઅર કૉલેજના રે, લો. પ્ર. એચ. હેરસે વાંચવા માટે મોકલેલા વલભી સિગાનો મેટો જથ્થો હું તપાસી લીધો હતો અને તેમાંથી નદી જુદી ઢબના સિકાએ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ માટે તેમની પરવાનગીથી સંગ્રહીત ર્યા છે. તે બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com