Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 03
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 11
________________ प्रा. ऐ. विवेचन વખતે તેમ જ તેના લેખક અને તક તરીકે જુદાજુદા અધિકારીઓનાં નામ તથા વન અવશ્ય આપવામાં આવે છે. (૭) કાળનિય–અંતમાં દાનને સમયા ચાલુ સંવત્સર, માસ, પક્ષ, તિથિ, વાર સહિત આપવા ઉપરાંત કેટલાંક દાનપત્રોમાં એક કરતાં વિશેષ સંવત્સરો પણ આપેલા હોય છે. (૮) શાપવિભાગ-દાનનો લેપ અગર ઉછેદ કરનાર માટે મહાભારતાદિ ગ્રંથમાંથી તેના અનાચારને લગતા લેકે ટકી દાનનો અવિછિન ઉપભેળ સાધવામાં આવે છે. સંવત્સર-આખા લેખસંગ્રહમાં વંશવાર જુદાજુદા સંવત્સરો વાપરવામાં આવેલ છે જ્યારે કેટલાક લેખમાં એકસાથે બે ત્રણ સંવત્સરો પણ આપેલા છે. (જુઓ નં. ૧૫૪, ૧૬૨, ૨૧૭) આ બધા સંવતર સંબંધી કે વિવેચન આ પ્રસંગે માર્ગદર્શક થશે એમ ધારી અહીં આપેલ છે. (૧) શક સંવત ઈ. સ. ૭૮ થી શરૂ થતો. ક્ષત્રપોના બધા લેખ તથા સિક્કામાં શક સંવત એટલે ઈ. સ. ૭૮ થી શરૂ થતા સંવત વાપરવામાં આવેલ છે. માત્ર ઈશ્વરદત્ત પોતાના સિકકામાં ચાલુ સંવતને બદલે પોતાના રાજ્યકાળનું વર્ષ આપેલ છે. રાષ્ટ્રકૂટ વંશના લેખોમાં પણ આ જ સંવતનો ઉપયોગ થએલ છે. (૨) ચેદી અગર કલચુરી સંવત ઈ. સ. ૨૪૯ થી શરૂ થતા–વૈકુટક રાજાઓના તેમ જ ગુજરવંશના લેખોમાં ચેદી અગર કલચુરી સંવતનો ઉપયોગ કરવામાં આવેલ છે. સિકકામાં આ સંવતના ઉપયોગ જોવામાં આવતો નથી. ઇ. સ. ૨૪૯ થી આ સંવત્સરની શરૂઆત થાય છે એટલે ચેદી અગર કલચુરી સંવતમાં ૨૪૯ મેળવવાથી ઇ. સ. મળી શકે છે. (૩) ગુપ્ત વલભી સંવત ઈ. સ. ૩૧૯૨૦ થી શરૂ થતો-વલભીના રાજાઓના બધા લેખોનો સમય ગુપ્ત સંવત અગર વલભી સંવત અગર ગુપ્ત વલભી સંવતના નામથી ઓળખાતા સંવતમાં આપેલ છે. અને તે ઇ. સ. ૩૧૯-૨૦ થી શરૂ થાય છે એટલે કે ગુ. વ. સંવતમાં ૩૧૮-૨૦ મેળવવાથી ઇ. સ. પ્રાપ્ત થાય છે. આ સંવત્સરનો નિશ્ચય કરવા માટે રોપસ ઇસ્ક્રીપશીએાનમ ઇન્ડીકારમ વૉ. ૩ ગુપ્તવંશી લેખે નામના ગ્રંથમાંની પ્રસ્તાવનામાં ડૉ. ફલીટે બહુ લંબાણપૂર્વક ચર્ચા કરેલી છે. (૪) સિંહ સંવત-લેખ નં. ૧૫૮ ૧૬૨ ૨૧૭ અને ૨૪૧ ક માં અનામે સિંહ સં. ૯૭,૯, ૧૫૧ અને ૨૮ નો ઉપયોગ કરવામાં આવે છે તે પૈકી નં. ૨૧૭ માં વિક્રમ સંવત, હીજરીસન, વલભી સંવત અને સિંહ સંવતને એકીસાથે ઉપયોગ થએલ છે તે ઉપરથી તની શરૂઆત ઈ. સ. ૧૧૧૩ થી પુરવાર થાય છે. (૫) વિકમ સંવત-છેવટમાં સોલંકી વંશના તેમ જ આધુનિક લેખોમાં વિક્રમ સંવત ઈ. સ. પૂર્વે ૫૬ મા વર્ષથી શરૂ થતાં વાપરવામાં આવેલ છે. દાનપત્રો તથા લેખે સંબંધી આટલી સામાન્ય હકીકત આપ્યા પછી હવે વંશવાર લેખેને વિચાર કરી તેમના મુંઝવણવાળા મુદ્દાઓ ભવિષ્યમાં ઉકેલ લાવવાના હેતુથી તે તે યુગના પારંગત અભ્યાસીઓના ધ્યાન ઉપર મુકું છઉં. માર્યવંશી મર્યવંશી રાજા અશોકનાં ચૌદ શાસને અખિલ હિંદમાં જુદાં જુદાં સ્થળોએ કાતરાવેલાં છે તે પિકી એક પ્રતિ સોરઠ-જુનાગઢમાં ગિરનાર જવાના રસ્તા ઉપર દક્ષિણ બાજુએ એક ખડક ઉપર બ્રાહ્મી લિપિમાં કતરેલાં મળ્યાં છે. તે અક્ષરતિર તથા ભાષાંતર આ સંગ્રહમાં આપવામાં આવેલ છે તે વાંચવાથી આવાં સૂત્રાત્મક શાસનમાં પણ અધિકારીઓ માટે વપરાએલાં નામો જેવાં કે સૂતા, વાજીક, પ્રાદેશિક, મહામાત્ર, ઉંમમહામાતા, થીઝખમહામાતા વચભૂમિકા ઇત્યાદિનો અર્થ : નિર્દેશ હજાર સુધી ચોકસપણે થ નથી એમ દેખાઈ આવશે. વળી ભૌગોલિક નામો જેવાં કે ચેડ, પાય, સતિયપુસ, કેતલપુત, તામ્રપણ, યેન કબજ, ગંધાર રિસ્ટિક, પેતેણિક એ બધા પ્રદેશ તથા જતિઓનો ચેકસ સ્થળનિર્દેશ કરે હજી બાકી રહેલ છે તેમ જ સમાજ પાસું, પરિસા, પરિષદ ઈત્યાદિ જનસમૂહવાચક શબ્દો માટે અને વિમાનદસણ, હસ્તિદસણું, અગિખંધાનિ, દિવ્યાનિરૂપાનિ ઈત્યાદિ શબ્દોના વિશિષ્ટાથ માટે શોધખોળ હાથ ધરવી જોઈએ. આ બધા ઊકેલ માણવા માટે ક્ટાછવાયા શબ્દો ઉપર વ્યુત્પત્તિ અને વ્યાકરણના નિયમોને આધારે ભજિગડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 532