________________
गुजरातना ऐतिहासिक लेख સમયને ઈતિહાસ એક કે બે વ્યક્તિ દ્વારા લખાય એ સંભવિત નથી તેથી જુદાજુદા વિકાને મારફત જુદાજુદા યુગના ઇતિહાસનાં સાધને તપાસાય, સંશોધાય અને ભેળાં થાય અને એક સર સમિતિને તેને સમન્વય કરવાનું સંપાય તો થોડા સમયમાં બહુ જ ૫હતિસર અને પ્રમાણભૂત ઇતિહાસ ઉપજાવી શકાય. પ્રત્યેક યુગના લેખકને સહાય આપવાના તથા આર્થિક મદદ કે મહેનતાણું આપવાનો પ્રશ્ન વિગતમાં ઘસડી જાય તેવા હોઈ અહીં ચર્ચવા અસ્થાને ગણાય. હિંદના એક ખૂણામાં આવેલા નાના સરખા ગુજરાતના ઇતિહાસ માટે આટલા બધા લેખકોને સંડાવવામાં આડબર જેવું દેખાય એ બનવા જોગ છે પણ કુવો ખોદનારાઓની મુશ્કેલીને કાંઠા ઉપર બેસી ૫ડકારા કરનાર પ્રેક્ષકને સાક્ષાત્કાર થાય નહીં તેવી રીતે પ્રમાણભૂત ઐતિહાસિક સાધનની ઊણુપ, કુટિઓ તથા અથડામણી જ્યાં સુધી કાયને સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી દષ્ટિગોચર થાય નહીં. હિંદનો ઇતિહાસ હજુ સુધી શિલશિલાબંધ લખાયો નથી અને અમુક અમુક યુગ માટે તે કોઈ પણ જાતનાં સાધને અત્યારે ઉપલબ્ધ નથી. તેવા યુગ માટે જે આડકતરી રીતે સાધનો મળે તેનાથી અનુભવના આધારે આનુમાનિક બંધબેસતું વર્ણન લખીને જ સંતોષ માનવો રહેશે.
આ સંગ્રહના અવલોકનથી પ્રતીતિ થશે કે દરેક વશમાં એક જ નામના ઘણા રાજાઓ, પ્રત્યેક વંશમાં વપરાતા જાદાદા સંવરો, દાનપત્રોમાં વંશવથુન પ્રસંગે પિતાના આશ્રયદાતાઓનાં અતિશયોક્તિ ભરેલી પ્રશંસામય વર્ણન, દાન લેનારાઓનાં સ્થળનિદેશમાંની અચોક્કસતા, ભૈાગોલિક રથાન નામાંતર અગર સંસ્કૃતાંતર, માપ, તોલ, ક્ષેત્રફળ, નાણું વગેરે માટે વપરાતા પારિભાષિક શબ્દોનું અજ્ઞાન, દાનપત્રના લેખકે અશિક્ષિત હોવાને લીધે વપરાતા અજ અને અનુજ જેવા સંબંધ બતાવનારા શબ્દોમાં કરેલા ગુંચવાડા અને આવાં સાધનો ભાંગીવટી અવસ્થામાં પ્રાપ્ત થાય વગેરે અનેક કારણોને લીધે અનિવાર્ય પરિસ્થિતિ ઊભી થવાથી આટલું આટલું સાહિત્ય મળ્યું છે છતાં કેટલાક વંશની વંશાવળી પણ નિ:સંદેહપણે ઉપાડી શકાયું નથી. રાષ્ટ્રકૂટ વંશમાં કેટલાક રાજાઓને ક્યાં મુકવા, તેઓ રાજ્યસન ઉપર આવ્યા હતા કે નહીં ઈત્યાદિ ઘણી અપૂર્ણતા છેલામાં છેલા પ્રસિદ્ધ થયેલા તે વંશના લેખોમાં ડૅ. અતેકર અને ડે. ભટ્ટાચાર્ય જેવા વિદ્વાને પણ પૂરી શક્યા નથી અને તેઓને પણ અનુમાનો બાંધી સંતોષ માનવો પડે છે. અજ્ઞાનને લીધે હજુ પણ તેવાં કેટલાંક દાનપત્ર ખાનગી
બે પાસે હવા સંભવ છે અને જે તે સમજીને તેવાં બધાં આવી સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધિમાં લાવે તે સંભવ છે કે મારી ગુટિઓ ભવિષ્યમાં પુરી શકાય.
પ્રત્યેક વંશના રાજાઓએ આપેલાં દાનપત્રોની ઇબારત સંકલના ઇત્યાદિમાં વિગતનો ફેરફાર હોવા છતાં તે બધાંમાંથી અમુક અનકમમાં નીચેની હકીકત મળી શકે છેઃ (૧) જ્યાંથી દાન અપાયું હોય તે સ્થળ-દાન જેકે ઘણાંખરાં રાજધાનીના શહેરમાંથી અપાતાં છતાં લડાઈ અગર યાત્રાપ્રસંગે છાવણી અગર તીર્થધામેથી આપવાનો પણ રીવાજ હતો. (૨) ત્યારબાદ હરકોઈ ઈષ્ટદેવતાની સ્તુતિ-પ્રાર્થનાના એક બે મંગળાચરણરૂપી શ્લેક હોય છે જેમાંથી દાતાના ધર્મ અગર પંથ વગેરેની માહિતી મળે છે. (૩) વંશવર્ણન દાતાના મૂળ પુરુષથી આરંભી પ્રત્યેક રાજાની પ્રશંસા અને પરાક્રમોનાં વર્ણન પૂર્ણ . વિસ્તારથી આપવામાં આવે છે જેમાં બીજા રાજ્યો ઉપરનાં આક્રમણ વગેરેનો સમકાલીન ઐતિહાસિક વૃતાંત મળી આવે છે. (૪) દાન લેનાર વ્યકિત સંબંધી–દાન લેનાર વ્યકિતના પૂર્વજનાં નામ, ગોત્ર, સમ, વેદ, મૂળ વતન, હાલ રહેવાનું સ્થળ વગેરે સંપૂર્ણ વિગત દાન આપતી વખ્ત આપવામાં આવે છે. (૫) દાનસંબંધી-દાનમાં અપાએલું ગામ અગર અપાએલી જમીનનું ક્ષેત્રફળ અને તેની પરિસીમા, સંસ્થાના નિભાવ માટે અપાએલી રકમ, મંદિર અગર વિહારના નિર્વાહ તથા ત્રાડફોડ માટે અમુક ક્ષેત્ર વગેરેનું જે ઉપજ આપવામાં આવે છે તેની વિગત ઉપલબ્ધ થાય છે. (૬) અધિકારી વર્ગ-દાનની જણ કરતી
૧ નં. ૧૦ અ. એ. ઈ. વા. ૨૨ ૫. ૬૪ રા. સં. ૮૦૬. ૨ ન, ૧૨૫ . એ. ઈ. વી. ૨૨ પા. ૭૭ ૨, ૪૭૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com