Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 345
________________ १२२ गुजरातना ऐतिहासिक लेख લીધે લડાઈમાં બકલાલ અને મહિલકાર્જુન રાજાઓને મસ્તકે વિજયશ્રીનાં સ્તનની જેમ પકડ્યાં હતાં. ભાવ બહસ્પતિના વલભી સંવત ૮૫૦ ના એમનાથપટ્ટનના લેખમાં તેને “તે હાથી ઓનાં---ધારાના રાજા બદલાલ, અને જંગલના રાજાનાં-મસ્તકે ઉપર તરાપ મારતે સિંહ '' કહ્યો છે. કુમારપાલના પૂર્વાધિકારિ જયસિંહ દેવની છેલ્લામાં છેલ્લી તારીખ વિક્રમ સંવત ૧૧૯૬ છે. કુમારપાલના પિતાના રાજ્યનો વહેલામાં વહેલો લેખ વિક્રમ- સંવત ૧૨૦૨ ને છે. મેરૂતુંગને “પ્રબંધચિન્તામણિ” મુજબ જયસિડદેવે વિક્રમ સંવત ૧૧૯૯ સુધી રાજ્ય કર્યું હતું. અને એ જ લેખની “વિચારશ્રેણી ”માં તેના મૃત્યુની તારીખ વિક્રમ સંવત ૧૧૯૯ ના કાર્તિક શુકલ પક્ષ ૩, અને તેના ઉત્તરાધિકારના રાજ્યારોહણની તારીખ તે જ વર્ષના માર્ગ શીર્ષ શુકલ પક્ષ ૪ આપી છે. એટલે બ૯લાલનું મૃત્યુ સે મનાથ પાટણના લેખેની તારીખઈ. સ. ૧૧૪૨ અને ૧૧૬૯ વચ્ચે થયું હશે. તેમ છતાં એ નામને રાજા આ સમયના માળવાના પરમાર રાજાઓ અથવા બીજા કેઈ છે . સમયના રાજાઓમાં થયે નથી. અને બદલાલ આ પરમાર વંશનો હ તે એ તદન અ સંભવિત છે. તે કેણ હતો અને માળવાનું રાજ્ય શી રીતે મેળવવા પામ્યો એ સવાલનો જવાબ હાલ આપી શકાતા નથી. પરંતુ પ્રોફેસર કિહાર્ન લંબાણપૂર્વક જે વિવેચન કર્યું છે તે તરફ ધ્યાન ખેંચવા માગુ છું. તેઓ કહે છે કે, યશવર્મનના મૃત્યુ પછી–- જે ઈ. સ. ૧૧૩૫ અને ૧૧૪૪૩ વચ્ચે થયું હોવું જોઈએ-- માળવાના રાજ્યમાં અરાજકતા હોવી જોઈએ જેનો લાભ લેવાને કઈ વિજયી અથવા પચાવી પાડનારની ઈચ્છા થઈ હેવી જોઈએ. ' ધારાવર્ષ, જેને મૃગયા કરવાને અત્યંત શેખ હોવાનું જણાય છે, કોંકણ અથવા કંકણના રાજાનો શત્રુ હતું પણ તે સંબંધે કંઈ વિગત આપી નથી. ઉપર કહેલા આબુ પર્વતના વિક્રમ સંવત ૧૨૬૫ (ઈ. સ. ૧૨૦૯ )ના લેખમાં ધારાવર્ષ “ તે ચદ્રાવતીનો માલિક અને અસુરો( માલિકો ) શંભુ ભીમદેવ ૨ જાને ખંડિયો રાજા હોવાનું જણાવ્યું છે. તેના અનુજ પ્રહૂાદનને “સામંતસિહે જયારે ગુર્જર રાજાની સત્તાને લડાઈમાં તેડી નાંખી ત્યારે તેનું રક્ષણ કરવામાં જેની તરવાર કુશળ હતી તે ” એમ વર્ણ છે. જે ગુર્જર રાજાને સામંસહનાથી પ્ર©ાદનને બચાવ્યું હતું તે ભીમદેવ ર જે હતે. પરંતુ તે સામંતસિંહ કેણ તે, એ કહેવું મુશ્કેલ છે. કંઈ વધારે વિગત આપી ન હોવાથી અને તે નામ આ સમયમાં સામાન્ય હોવાથી તેને કઈ ૫ મું રાજ્ય તરીકે ચોકકસ પણે ઓળખાવી શકાતો નથી. મારા મત પ્રમાણે આ લેખના સામંતસડ તરીકે ઓળખાવવાને સૌથી વધારે હકક આબુ પર્વત અને સાદડીના લેખોમાં બતાવેલા તે નામના ગુહિલ રાજાને છે. પહેલા લેખમાં તેનું વિજયસિંહ પછી પાંચમું નામ છે, જે વિજ્યાસિંહ આશરે ઈ. સ. ૧૧૨૫ માં થયે હશે, અને તે લેખમાં તેજસિંહની પહેલાં તેનું (ગુહિલરાજાનું પાંચમું સ્થાન છે. તેજસિંહને ચિતેડગઢ લેખ વિક્રમ સંવત ૧૩ર૪=ઈ. સ. ૧૨૬૭ ને છે. આથી ગુડિલે લગભગ ઇ. સ. ૧૨૦૦ માં રાજ્ય કર્યું હોવાનું જણાય છે, અને આ અનુમાન ઈ.સ. ૧૨૦૯ માં તેના શત્રુ પ્રહ્નાદન યુવરાજ હતું, એ વાત સાથે બરાબર બંધ બેસતું આવે છે. અને ભૂગલની દૃષ્ટિએ પણ ચદ્રાવતીના પરમાર રાજાના પ્રદેશની સરહદ પર આવેલો ગુહિલેને પ્રદેશ મેદપાટ હેવાનું મેં કહ્યું છે તેમાં કાંઈ વાંધા જેવું નથી. એટલે પેતાના સાર્વભૌમ રાજાને બચાવ ગુહિલ રાજાના હુમલાથી પ્રહાદન કરે, એ કુદરતી છે. ચેલુકા અને ગુડિલોને સંબંધ મૈત્રિનો નહતે, એ વિરધવલના પુત્ર વીસલદેવના એક દાનપત્ર ઉપરથી પૂરવાર થાય છે. તેમાં રાજા “મેટ ૧ ઈ. એ. વ. ૧૦ પા. ૧૬૨ ૨ ઈ. એ. વો ૧૯ પા. ૩૪૮ ૩ યશોવર્માને સૌથી છેલો લેખ વિક્રમ સં. ૧૯૨ નું ઉજજૈનનું પતરું છે, અને સૌથી વહેલો તેના પુત્ર લક્ષ્મીવર્મ ને વિક્રમ સંવત ૧૨૦૦ નું ઉજજૈનનું પત છે. જીઓ ઈ. એ. વ. ૧૯ પા. ૩૪૯ અને પા. ૩૫૨ ૪ ઈ. એ. જે. ૧૬ પ. ૩૪૭, ૫ ભાવનગર ઈઝી પશન્સ ૫. ૧૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398