Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 357
________________ આબુગરિના જૈન લેખે લેખ નં. ૨ વિક્રમ સંવત ૧૨૮૭ ફાલ્સન વદિ ૩ રવિવાર લેખ નં ૦૨ ની ફક્ત થોડી હકીકતએચ. એચ. વિલ્સને એશિયાટિક રિસર્ચ . ૧૬ પા. ૩૦૯ માં પ્રસિદ્ધ કરી હતી. પ્રેફેસર અબાજી વિભણુ કાથવટે એ પિતાની “કીર્તિકેમુદી” ની આવૃત્તિમાં એપેન્ડિકસ “બી” માં તે સંપૂર્ણ પ્રસિદ્ધ કર્યો હતો. આશરે ૧૧” પહોળીxt૧૦ ઉંચી જગ્યામાં લખાણ છે. અક્ષરનું કદ ફ” છે. ૧-૨ પંક્તિઓની શરૂવાતમાં તથા અંતમાં તથા ૩-૪ પંક્તિઓને અંતે, પત્થર કાપી નાંખવાથી અથવા ભાગી જવાથી, લેખ નાશ પામ્યા છે. લોપ નં. ૧ ના લેખના જેવી જ છે. લેખ સંસ્કૃત ભાષામાં છે. અને પતિ ૩૦ માં એક સિવાય આખે ગદ્યમાં છે. લેખમાં નેમિનાથનું મંદિર બંધાવવાની સત્તાવાર હકીકત આપી છે. તેના સંબંધના ઉત્સવે તથા તેના સંરક્ષણ વિગેરે માટે નિયમ પણ તેમાં છે. ૧-૫ પંક્તિઓમાં કહ્યું છે કે, આજે રવિંવારે [ વિક્રમ ] સંવત ૧૨૮૭ ના સામાન્ય ફાગુનનાં કૃષ્ણ પક્ષ ૩ જને દિને જ્યારે સમૃદ્ધિવાળા અણહિલપાટકમાં મહારાજાધિરાજ ભ( ઇમદેવ ) ચૌલુકય વંશના કમલનો રાજહંસ, અને સમસ્ત રાજાવલીથી અલકત, રાજ્ય કરે ... ... જ્યારે મહામડલેશ્વર રાજકુલ, શ્રો સેમસિહદેવ, શ્રી વસિષ્ઠના કુંડમાંથી જન્મેલા શ્રી ધૂમરાજદેવના કુટુંબમાં જન્મેલો, રાજ્ય કરે છે” ત્યારે તેજપાલે દેઉલવાલ ગામમાં પવિત્ર અર્બદ પર્વત ઉપર લૂણસિંહવસહિકા નામનું, પવિત્ર નેમિનાથ મંદિર બંધાવ્યું. તેને દેવકુલિકાઓથી શણગાર્યું, અને એક મહાન હસ્તિશાલાથી ભાવ્યું હતું. તે મંદિર તેણે પિતાની સ્ત્રી અનુપમદેવી અને પુત્ર લૂણસિહના યશ અને ગુણની વૃદ્ધિ અર્થે બંધાવ્યું હતું. આ લેખમાં પણું નં. ૧ ના લેખ મુજબ તેજપ લની વંશાવલી આપી છે. તે ઉપરાંત અહિં તેનું વર્ણન આ પ્રમાણે આપ્યું છેઃ “મહામણ્ડલેશ્વર રાણક શ્રી વિરધવલદેવને જે .. ...રાત્રા નામના મડલ( પ્રાંત)માં ચૅલુકય વંશના શ્રી વિષ્ણુપ્રસાદદેવને પુત્ર હતા, તેને સમસ્ત મુદ્રાવ્યાપાર ઉપર કહેલા મહારાજાધિરાજ શ્રી ભીમદેવના અનુગ્રહથી તે (તેજપાલ) કરતે હતે.” આ વર્ણન ખાસ ઉપયોગી હેવાનું કારણ એ છે કે, તેમાં ભીમદેવ ૨જા અને વાઘેલા વંશને કેવી જાતને સંબંધ હતા તે દેખાય છે. સોમેશ્વર દેવના વર્ણનમાં આ સંબંધ બરાબર દેખાતું નથી. લેખ ઉપરથી ચેકસ થાય છે કે, ભીમદેવ ૨ જે મહારાજાધિરાજ ગણાતું હતું અને લવણપ્રસાદ તથા વરધવલ મહામંડલેશ્વરની પદવી અને રાણુકના ઇલ્કાબથી સંતુષ્ટ હતા. દેવગે વીરધવલ રાજ્ય કરતો હતે તે પ્રાંતનું નામ છેલલા બે અક્ષરે- “રાત્રા –સિવાય નાશ પામ્યું છે, અને તે હું અટકળવા અશક્ત છું ચન્દ્રાવતીને પરમાર વિષે લેખમાં કહ્યું છે કે, ઈ. સ. ૧૨૩૦ માં સેમસિંહ રાજ્ય કરતે હતું, અને નં. ૧ ના લેખ ઉપરથી અનુમાન થાય છે તે મુજબ કરણરાજ નહીં. વળી નં. ૧ ના લેખમાં પરમારની ગાથા કહી છે તે અહિં ધૂમરાજને લાગુ પાડી છે. ૧ એ. ઈ, વો. ૮ પા. ૨૦૪૭ છે. એચ. યુડર્સ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398