Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 11
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ સંબોધીને પૂછયું, કયી ભાષામાં બોલું; અને તેને ગાંધીજીએ તુરત જવાબ આપ્યો, કે સઘળાં સમજી શકે એવી હિન્દી બોલીમાં. શ્રોતાવર્ગને એ સાંભળીને આઘાત પહોંઓ, કેમકે તેમનું માનસ જુદી રીતે ટેવાયેલું હતું; અને શ્રીમતી નાયડુને હિન્દીમાં બલવાને ઝાઝે મહાવરો નહિ તેમ તેમાં હિન્દી-ઉર્દૂ શબ્દ મિશ્રિત હોવાના કારણે તે વ્યાખ્યાન રસપ્રદ થઈ પડશે નહિ એમ પણ કેટલાકને લાગેલું; પણ એક મુરીદને શોભે એવી અદબ અને આમન્યાથી તેમણે એક કલાક સુધી વાઝવાહ છટાપૂર્વક ચાલુ રાખી, ગુરુની આજ્ઞાને માન આપ્યું હતું જેકે તેમ કરવામાં તેમને થડીક મુશ્કેલી શરૂઆતમાં જણાઈ હતી. આ નવા પ્રયોગ સામે અંગ્રેજી શેખીનેમાંથી બે ચારે સ્થાનિક વર્તમાનપત્રોમાં ચર્ચાપત્રો લખી મોકલી પિતાને વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો, પણ તે દિવસથી એ અખતરાએ જડ પકડી, એ પ્રથા સર્વમાન્ય થઈ પડી છે એમ કહી શકાય. એ પ્રથાને પુષ્ટિ આપનારો બીજો એવો પ્રસંગ ટુંક મુદતમાં બનવા પામ્યા હતા. સન ૧૯૧૭ માં બીજી ગુજરાતી કેળવણી કોન્ફરન્સ ભરૂચમાં મળનારી હતી; તેના પ્રમુખપદે મહાભાજીની વરણી થઈ હતી. સદરહુ કોન્ફરન્સ ગુજરાત પુરતી હોવા છતાં, તેના પ્રમુખનું ભાષણ, શિરસ્તા મુજબ, અંગ્રેજીમાં લખાતું; પહેલી કોનફરન્સના પ્રમુખ સર ચીમનલાલે તેમનું વ્યાખ્યાન અંગ્રેજીમાં જ આપ્યું હતું. પણ મહાત્માજી પ્રચંડ ક્રાંતિકારી છે. ઉપરોક્ત પ્રથા તેમને પસંદ ન પડી. તેઓ માતૃભાષાના પૂજક અને ભક્ત છે અને એમની દૃઢ શ્રદ્ધા છે કે જનતાના ઉદ્ધાર અને ઉત્કષ સારૂ માતૃભાષાનો ઉપયોગ અને પ્રચાર જ એક રામબાણ ઈલાજ છે, એટલે તેમણે પરિષદના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન ગુજરાતીમાં લખ્યું એટલું જ નહિ પણ તેનું કામકાજ સ્વભાષામાં ચલાવ્યું હતું. કોઈ સ્થળે બેસવાનું પ્રાપ્ત થાય ત્યાં, ખાસ કારણ સિવાય, ગુજરાતી કે સમસ્ત દેશની સર્વસામાન્ય ભાષા હિન્દીને જ ઉપયોગ તેઓ કરતા. ચાલુ વિચાર પ્રવાહ સામે એ પ્રકારે કામ લેવામાં તેમને ઘણો વિરોધ વેઠ પડેલ એટલું જ નહિ પરંતુ તે કાર્યમાં તેમને પિતાને પણ શેડ શ્રમ પડેલ નહિ; એક દઢ સંકલ્પવાળે પુરુષ નિશ્ચય કરે તે કેટલે અંશે સિદ્ધિ મેળવી શકે છે તેનું એ પ્રસંગ એક ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડે છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 302