________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
જ્ઞાનને-સાહિત્યને શિષવંઘ ગણના-પૂજનારે જૈન સમાજ આજે સાહિત્યની અભિવૃદ્ધિ કરવામાં-નવું સુંદર સાહિત્ય ઉત્પન્ન કરવામાં ધણો પછાત પડી ગયો છે એ જોઈ ખેદ થાય છે. જેનોએ સમજવું જોઈએ કે આજે વીસમી સદી ચાલે છે. ડાં વરસો પછી એકવીસમી સદી શરૂ થશે. જગતમાં પવનવેગે રાજદ્વારી ફેરફારો થઈ રહ્યા છે. રાજદ્વારી ફેરફાર સાથે ધર્મને પુરેપુરે સંબંધ છે. જૈન કવિ શ્રી અજિતસાગરસૂરિજી જમાનાને અને જમાનાને લગતા ધર્મને બરાબર સમજી ગયા છે.
સમગ્ર જૈન સમાજ સમયધર્મને ઓળખે ગુજરાતી ભાષા સાહિત્યને યુગને બંધબેસતું આવે તેમ ખીલવે એ જ ઈચ્છા. રૂક્ષ્મ ઋ રાનિત: રાન્તિઃ શાન્તિઃ |
તા. ૩૧-૧-૨૮ માણસા-મહીકાંઠા. ઈ
ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી. પ્રાણરક્ષક સંસ્થા-રાજકેટ,
For Private And Personal Use Only